જાણો મહાદેવ બેટિંગ એપ કેસમાં કેવી રીતે આવ્યું CM ભૂપેશ બઘેલનું નામ

PC: tv9hindi.com

મહાદેવ બુક ઓનલાઇન સટ્ટેબાજી એપ કેસની તપાસની આંચ છત્તીસગઢના મુખ્યમંત્રી સુધી પહોંચી ગઈ છે. કેન્દ્રીય તપાસ એજન્સી એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દાવો કર્યો કે ફોરેન્સિક તપાસ અને કેશ કુરિયર દ્વારા આપવામાં આવેલા નિવેદનથી ચોંકાવનારી વાત સામે આવી છે. આરોપ છે કે મહાદેવ સટ્ટેબાજી એપ પ્રમોટરોએ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને લગભગ 508 કરોડ રૂપિયાની ચૂકવણી કરી છે. જો કે, અત્યારે એ તપાસનો વિષય છે. તો મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યું કે, તેનાથી મોટું મજાક શું હોય શકે છે.

કોઈને પકડીને જો હું વડાપ્રધાનનું નામ બોલાવી દઉં તો શું તમે વડાપ્રધાનની પૂછપરછ કરશો? કોઈનું નામ ઉછાળવું ખૂબ સરળ છે. તો EDએ 5.39 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કર્યા બાદ એજન્ટ અસીમ દાસની રાયપુરથી ધરપકડ કરી લીધી છે. તપાસ એજન્સી મુજબ, અસીમ દાસને એપ પ્રમોટરોએ UAEથી મોકલ્યો હતો. આરોપ છે કે તેને છત્તીસગઢમાં કોંગ્રેસની ચૂંટણી ખર્ચો માટે મોટી માત્રામાં રોકડ પહોંચાડવાનું કામ કર્યું હતું. તપાસ એજન્સીએ એક નિવેદનમાં આરોપ લગાવ્યો કે, અસીમ દાસે સ્વીકાર્યું કે જપ્ત કરવામાં આવેલી રોક મહાદેવ એપ પ્રમોટરોએ છત્તીસગઢમાં આગામી ચૂંટણી ખર્ચ માટે એક રાજનેતા ‘બઘેલ’ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી.

એજન્ટ અસીમ દાસની પૂછપરછ અને તેની પાસે જપ્ત કરવામાં આવેલા ફોનની ફોરેન્સિક તપાસ સિવાય શુભમ સોની (મહાદેવ એપના ઉચ્ચ પદસ્થ આરોપીઓમાંથી એક) દ્વારા મોકલવામાં આવેલા E-mailની તપાસથી ઘણી ચોંકાવનારી વાત સામે આવી છે. આરોપ છે કે, મહાદેવ એપ પ્રમોટરોએ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને લગભગ 508 કરોડ રૂપિયાની ચૂકવણી કરી હતી. જો કે, એજન્સીએ એમ પણ કહ્યું કે, પૈસા આપવામાં આવ્યા કે નહીં એ તપાસનો વિષય છે.

EDએ કહ્યું કે, 2 નવેમ્બરે એક ઇન્ટેલિજેન્ટ ઇનપૂટના આધાર પર અસીમ દાસને પકડ્યો. ઈનપુટ મળ્યા હતા કે છત્તીસગઢમાં 7 અને 17 નવેમ્બરે થનારી વિધાનસભાની ચૂંટણી માટે મહાદેવ એપના પ્રમોટરો દ્વારા મોટી માત્રામાં રોકડ લઈ જવામાં આવી રહી છે. આ રોકડ રાજ્યના દુર્ગ જિલ્લાના ભિલાઈ સ્થિત હોટલ ટ્રાઈટનમાં ઊભી એક SUVથી જપ્ત કરવામાં આવી. જો કે, મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પહેલા પણ આરોપ લગાવ્યો કે, ED જેવી કેન્દ્રીય એજન્સીઓ વિપક્ષી પાર્ટીઓ અને તેમના નેતાઓને નિશાનો બનાવવા માટે ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના ઇશારે કામ કરે છે.

એજન્સીએ કહ્યું કે, તેણે મહાદેવ એપના કેટલાક બેનામી બેંક ખાતાઓની પણ જાણકારી મેળવી છે, જેમાં 15.59 કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે. તેમને મની લોન્ડ્રિંગના પ્રાવધાનો હેઠળ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. સાથે જ કહેવામાં આવ્યું કે, જપ્તી દરમિયાન એક પોલીસ કોન્સ્ટેબલ અહીં યાદવની પણ ધરપકડ કરવામાં આવી છે. EDનો દાવો છે કે, ભીમ યાદવે છેલ્લા 3 વર્ષોમાં ગેરકાયદેસર દુબઈની યાત્રા કરી અને મહાદેવ એપના પ્રમોટર રવિ ઉપ્પલ અને સૌરભ ચંદ્રાકર સાથે મુલાકાત કરી.

સાથે જ મહાદેવ એપના ભવ્ય સમારોહમાં પણ સામેલ થયો. એજન્સીએ એવો પણ દાવો કર્યો કે, કોન્સ્ટેબલ યાદવની દુબઈનો પૂરો ખર્ચ મહાદેવ આપની મની લોન્ડ્રિંગ અને ટિકિટિંગ કંપની આહુજા બ્રધર્સની રેપિડ ટ્રાવેલસે ઉઠાવ્યો હતો. તે છત્તીસગઢના વરિષ્ઠ અધિકારીઓ અને રાજનેતાઓના ફાયદા માટે મહાદેવ એપ પ્રમોટરો પાસે લાંચની રકમ પ્રાપ્ત કરવાનું માધ્યમ હતું. એજન્ટ અસીમ દાસ અને કોન્સ્ટેબલ યાદવ બંનેને શુક્રવારે રાયપુરમાં PMLA કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને કોર્ટે તેમને 7 દિવસની ED કસ્ટડીમાં મોકલી દીધા છે.

EDએ હાલમાં જ મહાદેવ એપ કેસમાં એક ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં મુખ્ય પ્રમોટર સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ સહિત કુલ 14 આરોપીઓના નામ સામેલ હતા. UAEથી આવેલા કેશ કુરિયર અસીમ દાસના ફોનથી EDને ઓડિયો મળ્યો છે. દાવો છે કે ઓડિયોમાં શુભમ સોની અને અસીમ દાસ વચ્ચે વાતચીત થઈ રહી છે. જેમાં સોની કેશ કુરિયર અસીમ દાસને કહે છે કે તું રાયપુર જા અને ત્યાં ચૂંટણી માટે બઘેલને ચૂંટણી માટે પૈસા પહોંચાડી દે. શુભમ સોની ઓડિયોમાં કહી રહ્યો છે કે ભાઈ તું એક કામ કાર, તું અત્યારે ને અત્યારે  ભારત જા અને શું કહે છે, મને ભયંકર કોલ મેસેજ આવી રહ્યા છે. ત્યાંથી પૈસા માટે.

તો તું એક કામ કર, તું ત્યાં નીકળ, હું તને ત્યાં રાયપુરની બ્રાંચથી 8-10 કરોડ અપાવી રહ્યો છું. તો તું ત્યાં છોડાવી દેજે, બઘેલજી પાસે. ઠીક છે, અને શું કહે છે એક વખત વાત પણ કરી લેજે કે આપણું કોઈ પણ કામબામ ન બંધ થઈ જાય અને બાકી તો હું કરાવી દઇશ. નેક્સ્ટ ટાઈમમાં. અત્યારે ચૂંટણીનો સમય ચાલી રહ્યો છે તો થઈ શકતું નથી. તો કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું કે, છત્તીસગઢ અને રાજસ્થાનમાં નિશ્ચિત હારની સંભાવનાઓને જોતા વડાપ્રધાને કોંગ્રેસ નેતાઓની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે પોતાનું અંતિમ અને એકમાત્ર બચેલું હથિયાર, ED, મોદીસ્ત્ર ચલાવી દીધું છે, પરંતુ છત્તીસગઢ અને રાજસ્થાનની જનતા કોંગ્રેસ પાર્ટીનું કવચ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ધમકીઓ એ મતદાતાઓના સંકલ્પને મજબૂત કરશે, જે જાણે છે કે એ માત્ર ચૂંટણી નાટક છે, જે ભાજપની હતાશાને દર્શાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp