મહાયુતિમાં મહાભારત? BJP-NCPમાં 21 સીટો પર ફસાયો પેંચ, ઉમેદવારી જોખમમાં જોઇને..
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી અગાઉ મહાયુતિ ગઠબંધનમાં સીટોની વહેચણીની વાત ચાલી રહી છે, પરંતુ અહી ભાજપ અને NCP વચ્ચે 21 સીટો પર પેંચ ફસાઇ ગયો છે. આ એ 21 સીટો છે, જેના પર વર્ષ 2019ની વિધાનસભાની ચૂંટણીમાં બંને પાર્ટીઓમાં ખૂબ નજીકની રેસ હતી. તેમાંથી મોટા ભાગની સીટો પશ્ચિમ મહારાષ્ટ્રથી છે અને બંને જ પક્ષ આ સીટો પર દાવો ઠોકી રહ્યા છે. તેને લઇને આંતરિક કલેશ પણ જોવા મળી રહ્યો છે અને બંને પાર્ટીઓના નેતાઓને એક-બીજાની આઇડિયોલોજી પસંદ આવી રહી નથી.
બંને પાર્ટી તરફથી ઓછામાં ઓછા 4 નેતાઓ બોલ્યા છે. ભાજપના કેટલાક નેતાઓએ તો પાર્ટી પણ છોડી દીધી છે. ચૂંટણી નજીક આવવા સાથે જ વાકયુદ્ધ વધુ તીખું થવાનું અનુમાન છે. ભાજપના હર્ષવર્ધન પાટીલ, સમરજીત ઘટગે અને ગણેશ હેકેએ પોતાની વાત રાખી હતી. તો અજીત ગ્રુપના સીનિયર લીડર રામરાજે નાઇક નિમ્બાલકરે રવિવારે ભાજપનો અવાજ બુલંદ કર્યો. પાટીલ અને ઘટગે ઇંદાપુર અને કાગળ વિધાનસભા ક્ષેત્રથી ચૂંટણી લડવાની અપેક્ષા લગાવી બેઠા છે.
આ બંને સીટો NCP અજીત પવાર પાસે છે. હવે પાટીલ અને ઘટગે આ અઠવાડિયે NCP-શરદ પવાર ગ્રુપને જોઇન્ટ કરવાના છે. વર્ષ 2019ની વિધાનસભાની ચૂંટણીમાં પાટીલ અને ઘટગે ભાજપના ઉમેદવાર તરીકે આ સીટો પર NCPના ઉમેદવારો સામે હારી ગયા હતા. આ વર્ષે આ બંનેને જીતની આશા હતી, પરંતુ તેમને કહેવામાં આવ્યું કે આ સીટો પર NCPના સીટિંગ ધારાસભ્ય જ ઉમેદવાર હશે. તો અહમદનગરની લાતૂર સીટ પરથી ઉમેદવારીની અપેક્ષા રાખનાર ગણેશ હેકેએ પણ NCP સાથે ગઠબંધનની નિંદા કરી છે. તેમણે કહ્યું કે, જો એવું જ ચાલતું રહ્યું તો ભાજપને ભારે કિંમત ચૂકવવી પડશે.
એક સમયે શરદ પવારની ખૂબ નજીકના રહેલા નિમ્બાલકર અજીત પવાર સાથે જતા રહ્યા હતા. હવે તેઓ ફરીથી શરદ પવાર ગ્રુપમાં સામેલ થવાની ચીમકી આપી રહ્યા છે. તેમનું કહેવું છે કે તેઓ ભાજપના નેતાઓ, રંજીત સિંહ નિમ્બાલકર અને જયકુમાર ગોરે સાથે સોલાપુર અને સતારાની સ્થાનિક રાજનીતિમાં કમ્ફર્ટેબલ નથી. તેઓ ભાજપ અને NCPના રાજકીય સમીકરણથી પણ ખુશ નથી. સોલાપુરના અન્ય 2 ભાજપના નેતા ઉત્તમરવ જનકર અને પ્રશાંત પારિચારક પણ જિલ્લાના બદલાતા સમીકરણને જોતા શરદ પવારના ગ્રુપમાં જતા નજરે પડી રહ્યા છે.
મરાઠાવાડાથી એક વરિષ્ઠ ભાજપના નેતાએ કહ્યું કે, અજીત પવાર ગ્રુપના 21 ધારાસભ્યોએ વર્ષ 2019માં ભાજપ વિરુદ્ધ જીત હાંસલ કરી હતી. તો કેટલાકને ખૂબ નજીકથી હારનો સામનો કરવો પડ્યો હતો. બંને પાર્ટીઓ વર્ષોથી ચૂંટણી રાજનીતિમાં એક બીજા સામે લડતા રહ્યા છે. બંનેની આઇડિયોલોજી અને વોટર પ્રોફાઇલ અલગ છે. લોકસભાની ચૂંટણીમાં પણ આ વાત સાબિત થઇ ચૂકી છે. ગયા વર્ષે જુલાઇમાં અજીત પવાર ગ્રુપ સાથે સમજૂતી કરવી પણ પાર્ટીના ઘણા નેતાઓને પસંદ ન આવ્યું. અજીર પવાર ગ્રુપ આવવાથી તેમની પાસે તક ઓછી થઇ ગઇ છે અને તેઓ પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.
એક NCP નેતાએ કહ્યું કે, અવિભાજિત શિવસેના વિરુદ્ધ 2019માં જીતનાર 19 NCP ધારાસભ્ય આજે અજીત પવાર સાથે છે. NCP અજીત પવારના વિધાનસભા ક્ષેત્રોમાં એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેના સાથે જોડાયેલા લોકોની નિષ્ઠા, NCP શરદ પવાર કે પછી શિવસેના ઉદ્ધવ ઠાકરે તરફ ઝૂકી ચૂકી છે. આ લોકો પોતાની પાર્ટી પ્રત્યે વફાદાર નથી, જેટલા ભાજપના નેતા પોતાની પાર્ટીને લઇને છે.
એક અન્ય ભાજપના નેતા મુજબ, ઘણા લોકો એ વાતને પચાવી શકતા નથી કે અજીત પવાર આજે પણ સેક્યુલર આઇડિયોલોજી અને મુસ્લિમ તુષ્ટિકરણને લઇને ચાલી રહ્યા છે. આ વાતથી અમારા પરંપરાગત વોટ બેન્ક પર ખૂબ અસર પડી છે. એ સ્વીકાર્ય તથ્ય છે કે ચૂંટણી નજીક આવવા પર બીજા કેટલાક નેતા પણ પાર્ટી છોડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp