‘...તો હું સંન્યાસ લઇ લઇશ’, કઇ વાત પર રોષે ભરાયા ફડણવીસ? બોલ્યા-CM બતાવે સત્ય
વિધાનસભાની ચૂંટણી અગાઉ મરાઠા અનામતનો મુદ્દો ગરમ છે. અનામત માટે આંદોલન કરી રહેલા મનોજ જરાંગે પાટીલ એવી માગ પર અટલ છે કે મરાઠા સમુદાયને OBCમાંથી અનામત આપવામાં આવે. જો કે, જરાંગે પાટીલ સતત નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર સરકારે વાયદા પૂરા ન કરવાનો આરોપ લગાવતા રહે છે. તેના પર નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નિવેદન આપ્યું છે કે જરાંગે પાટીલે અત્યારે શિંદે સાહેબને પૂછવું જોઇએ અને મેં શિંદે સાહેબને મરાઠા અનામત માટે કોઇ પણ નિર્ણય લેતા રોક્યા હોય તો હું એજ સમયે રાજીનામું આપી દઇશ અને રાજનીતિમાંથી સંન્યાસ લઇ લઇશ.
તેમના આ નિવેદનથી હાહાકાર મચી ગયો છે. ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના રાજનીતિમાંથી સીધા સંન્યાસ લેવાની વાત પર મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પ્રતિક્રિયા આપી છે. મરાઠા અનામત પર ફડણવીસનું નિવેદન સાચું છે. અનામત પર વાત કરવા માટે અમે ત્રણ એક સાથે બેઠા. દરેક બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસ ઉપસ્થિત રહ્યા. તેમણે મરાઠા સમુદાયને અનામત અપાવવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી.
તેમણે કહ્યું કે, વિપક્ષી દળોએ વિરોધ કર્યો. તેમણે સહયોગ કરવો જોઇએ. દેવેન્દ્ર ફડણવીસે ક્યારેય મરાઠા સમુદાય માટે અનામતનો વિરોધ કર્યો નથી. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જવાબ આપ્યો કે આ આરોપમાં કોઇ સત્ય નથી. મરાઠા અનામતના મુદ્દા પર મનોજ જરાંગે પાટીલે ભાજપ સાથે સાથે દેવેન્દ્ર ફડણવીસ પર પણ પ્રહાર કર્યો હતો. જારાંગેએ ઘણી વખત દેવેન્દ્ર ફડણવીસનું નામ લઇને નિંદા કરી છે. જ્યારે મરાઠા અનામતના મુદ્દા પર ફડણવીસને સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી દીધી.
તેમણે કહ્યું કે, હું જાણું છું કે જરાંગેનો મારા પ્રત્યે વિશેષ પ્રેમ છે, પરંતુ રાજ્યની બધી શક્તિઓ મુખ્યમંત્રી પાસે છે. બાકી બધા મંત્રી, મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવેલા અધિકારથી કામ કરે છે. હું એકનાથ શિંદે સાથે મળીને કામ કરું છું. તેમને મારો પૂરો સહયોગ અને સમર્થન છે એટલે આ સવાલનો જવાબ શિંદેને જ પુછવો જોઇએ. તેમણે સ્પષ્ટ કહ્યું કે, જો મુખ્યમંત્રી એકનાથ શિંદે કહે છે કે મરાઠા અનામત પર નિર્ણય લેવામાં હું તેમને રોકું છું તો હું પદ પરથી રાજીનામું આપી દઇશ અને રાજનીતિમાંથી સંન્યાસ લઇ લઇશ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp