ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં મુસ્લિમ પરિવારના 10 લોકોએ અપનાવ્યો હિન્દુ ધર્મ

PC: indiatv.in

મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગરમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો 3 દિવસીય કાર્યક્રમ બુધવારે સમાપ્ત થયો. આ કાર્યક્રમમાં એક મુસ્લિમ પરિવારે હિન્દુ ધર્મ અપનાવ્યો. અહમદનગરના જમીર નિઝામ શેખના પરિવારે બાબા બાગેશ્વર પાસેથી દીક્ષા લઈને હિન્દુ ધર્મમાં પ્રવેશ કર્યો. મધ્ય પ્રદેશ સ્થિત બાગેશ્વર ધામ પીઠના પ્રમુખ શાસ્ત્રીએ બુધવારે મંચ પરથી કરેલી કથા સાંભળ્યા બાદ મુસ્લિમ ધર્મનું પાલન કરનારા 10 લોકો સનાતની થઈ ગયા.

અહમદનગર જિલ્લાના રહેવાસી પરિવારને બાગેશ્વર બાબાએ પૂછ્યું કે કોઈએ દબાવ તો નથી બનાવ્યો? તેના પર પરિવારના મુખિયા જમીર નિઝામ શેખે કહ્યું કે, તે બાળપણથી સનાતન ધર્મનું પાલન કરી રહ્યો છે અને બરજંગ દળના અધ્યક્ષના માધ્યમથી શાસ્ત્રીજી સાથે સંપર્ક કર્યો. તેમને કહ્યું કે, મારા પર કોઈએ દવાબ નાખ્યો નથી. તેનો પરિવાર લાંબા સમયથી ભગવાન રામ અને કૃષ્ણની પૂજા કરતો હતો અને ગણેશ ઉત્સવ પણ માનવતો હતો. તેણે સનાતન ધર્મમાં પોતાની આસ્થાના કારણે ધર્મ બદલ્યો છે.

એટલું જ નહીં જમીરે કહ્યું કે, તેમની બંને દીકરીઓના લગ્ન પણ હિન્દુ ધર્મમાં થયા છે. બાગેશ્વર ધામનો વીડિયો સૌથી પહેલા મોબાઈલ પર આવ્યો અને અમારી અંદરની રૂઢિવાદિતાને જગાવી. ત્યારબાદ બજરંગ દળના પદાધિકારીઓની મદદથી ત્યાં પહોંચ્યા અને પછી હિન્દુ ધર્મ સ્વીકારી લીધો. બજરંગ દળના અધ્યક્ષ કૃણાલ ભંડારીએ કહ્યું કે, બધા લોકોએ પોતાની મરજીથી હિન્દુ ધર્મ અપનાવ્યો છે. તેમણે ઘણા દિવસ અગાઉ હિન્દુ ધર્મમાં પ્રવેશ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી એટલે હું 6-7 મહિના સુધી તેમની સાથે રહ્યો અને તેમની ઈચ્છાઓ બાબતે બધી જાણકારી હાંસલ કરી અને અંતે તેમને પ્રવેશ માટે ધીરેન્દ્ર શાસ્ત્રી પાસે લઈ ગયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp