10 વાર નાપાસ થઈ 11મી વાર પરીક્ષા પાસ કરી, ગામવાળાઓએ કર્યું આવું સેલિબ્રેશન

PC: bharatexpress.com

તમે ‘કોશિશ કરને વાલો કી હાર નહીં હોતી’ એ  હિન્દી કહેવત તો સાંભળી જ હશે. આ પંક્તિ મહારાષ્ટ્રના એક વિદ્યાર્થી ચરિતાર્થ કરી દેખાડી છે.  મહારાષ્ટ્રના બીડના કૃષ્ણ નામદેવ મુંડેએ દૃઢ સંકલ્પનું ઉદાહરણ રજૂ કર્યું છે. અંતે તેણે 11માં પ્રયાસે 10 બોર્ડની પરીક્ષા પાસ કરી લીધી છે. વર્ષોના અથાગ પ્રયાસ બાદ કૃષ્ણ મુંડેની સફળતાએ ન માત્ર તેના પરિવારને ખુશ કરી દીધો છે, પરંતુ આખા ગામને પણ પ્રેરિત કર્યું છે, જેમણે તેની ઉપાલબ્ધિનું સેલિબ્રેશન ભવ્ય જુલૂસ અને ઢોલ નગારા સાથે મનાવ્યું.

વર્ષ 2018થી અત્યાર સુધી 10 વખત નિરાશાનો સામનો કરવા છતાં કૃષ્ણએ પોતાના સંકલ્પમાં કમી ન આવવા દીધી. આ વર્ષે તેના પ્રયાસોએ ફળ આપ્યું. જેણે સાબિત કરી દીધું કે સખત મહેનતથી કોઈ પણ પડકાર પાર કરી શકાય છે. કૃષ્ણાના પિતા નામદેવ મુંડેએ જણાવ્યું કે, તે 5 વર્ષમાં 10 પ્રયાસો બાદ પાસ થયો છે, પરંતુ હું ફીસ જમા કરતો રહ્યો કેમ કે હું તેને દરેક અવસર આપવા માગતો હતો.’

આ આખી યાત્રામાં પરિવારના દૃઢ સમર્થનને દર્શાવતા કૃષ્ણા પરલી તાલુકાના રત્નેશ્વર સ્કૂલના વિદ્યાર્થી છે. કૃષ્ણ પહેલા ઇતિહાસ વિષયમાં નાપાસ થયો હતો, પરંતુ આ વખત તેણે પોતાના બધા વિષયો પાસ કરી લીધા છે. તેની આ ઉપલબ્ધિ ન માત્ર વ્યક્તિગત જીતનું પ્રતિક છે, પરંતુ દૃઢતાની શક્તિ અને પોતાના સપનાઓને પણ ક્યારેય ન છોડવાના મહત્ત્વનું પણ પ્રમાણ છે. જેવું જ પરિણામ જાહેર થયું, તેના પિતાએ જુલૂસ કાઢ્યું.

ગ્રામજનો ઢોલ નગરાઓ સાથે સામેલ થયા અને કૃષ્ણને પોતાના ખભા પર પણ બેસાડ્યો. મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (MSBSHSE)એ સોમવારે SSC (ધોરણ 10)ના પરિણામ જાહેર કર્યા, જેમાં 95.81 ટકા વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થયા. છોકરીઓએ છોકરાઓથી 2.56 ટકા વધુ માર્ક્સ હાંસલ કરીને બાજી મારી. વર્ષ 2023-24માં છોકરીઓ 95.87 ટકા પાસ થઈ, જ્યારે  છોકરાઓ 92.05 ટકા પાસ થયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp