પોલીસ ઓફિસર્સ 30 મિનિટ મોડા પહોંચતા કોર્ટે એવી સજા કરી કે શરમથી પાણી પાણી

PC: indiatimes.com

મહારાષ્ટ્રના પરભણી જિલ્લામાં એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. અહીં એક કોર્ટે બે પોલીસકર્મીઓને સજા આપી દીધી. એવું નહોતું કે આ બે પોલીસકર્મી કોઇ મામલામાં આરોપી કે દોષી હતી. પોલીસકર્મીઓનો દોષ એ હતો કે તેઓ કોર્ટમાં મોડેથી પહોંચ્યા હતા. કોર્ટ પોલીસકર્મીઓની રાહ જોઇ રહ્યા હતા. બંને પોલીસકર્મી કોર્ટમાં મોડેથી પહોંચ્યા તો જજે તેમને સજા આપી. જજે પોલીસકર્મીઓને જે સજા આપી તે પણ રસપ્રદ છે. બંને પોલીસકર્મીઓને ઘાંસ કાપવાની સજા આપવામાં આવી. જે પોલીસકર્મીઓને સજા આપવામાં આવી તેઓ માનવત પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ છે. આ કિસ્સો હોલિડે કોર્ટનો છે.

કોર્ટમાં આ બંને પોલીસકર્મીઓ 30 મિનિટ મોડા આવ્યા હતા. આ દરમિયાન જજ તેમની રાહ જોઇ રહ્યા હતા. જજે પોલીસકર્મીઓને મોડેથી પહોંચવા માટે અનુશાસનાત્મક દંડ આપ્યો અને ઘાંસ કાપવાનું કામ સોંપ્યું.

વરિષ્ઠ અધિકારીઓ અનુસાર, બંને પોલીસકર્મી એક રાતે પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન પોલીસે માનવતમાં શંકાસ્પદ રીતે ફરવા માટે બે લોકોને કસ્ટડીમાં લીધા હતા. બંને કસ્ટડીમાં રહેનારા લોકોને સવારે 11 વાગ્યે હોલિડે કોર્ટમાં રજૂ કરવાના હતા. જોકે, પોલીસકર્મી તે શંકાસ્પદ લોકો સાથે સવારે 11.30 વાગ્યા સુધીમાં કોર્ટમાં પહોંચી ગયા. જેથી ન્યાયિક મજિસ્ટ્રેટ પ્રથમ શ્રેણીનો ગુસ્સો આવી ગયો.

વરિષ્ઠોને આપી સૂચના

અસામાન્ય સજાથી પરેશાન થઇને બંને પોલીસકર્મીઓએ પોતાના વરિષ્ઠોને આ મામલે સૂચના આપી. ત્યાર પછી તેને આધિકારિક રીતે 22 ઓક્ટોબરના રોજ પોલીસ સ્ટેશનની ડાયરીમાં નોંધવામાં આવ્યું અને વિભાગના ઉચ્ચ અધિકારીઓને એક વિસ્તૃત રિપોર્ટ મોકલવામાં આવી.

પરભણીના SP પ્રભારી યશવંત કાલેએ આ ઘટનાને લઇ પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે, અમારા સંજ્ઞાનમાં લાવ્યા પછી કોન્સ્ટેબલોના નિવેદનોની સાથે એક વિસ્તૃત રિપોર્ટ યોગ્ય કાર્યવાહી માટે ન્યાયપાલિકામાં મોકલવામાં આવી હતી. ઘટનાના સાક્ષી 3 અન્ય કોન્સ્ટેબલોના પણ નિવેદનો લેવામાં આવ્યા છે. માનવત પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ દીપક દંતુલવારે ડાયરીની પુષ્ટિ કરી, પણ વિસ્તારથી કહેવાની ના પાડી દીધી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp