પૂજા ખેડકર હજુ તો ટ્રેઇની IAS છે.પરંતુ તેના નખરાં સાંભળીને ચોંકી જશો

PC: aajtak.in

મહારાષ્ટ્રમાં એક ટ્રેઇની IAS ઓફિસર અત્યારે ચર્ચામાં છે. હજુ તો આ ટ્રેઇની ઓફિસર છે, પણ તેણીના નખરાં સાંભળીને તમે ચોંકી જશો.

પુણેમાં રહેતી પૂજા ખેડકર ટ્રેઇની IAS ઓફિસર છે. તેણે કલેકટર સાથે કરેલી ચેટ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. પૂજાએ કલેક્ટર પાસે માંગ કરી હતી કે આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે કાર્યભાર સંભાળવા માટે મને એક ઓફિસ, ઘર અને કાર ફાળવવામાં આવે. કલેક્ટરે આ વાતની જાણકારી મુખ્ય સચિવને આપી હતી. એ પછી પૂજાની વાસિમ ટ્રાન્સફર કરી દેવામાં આવી.

આ પહેલાં પણ પૂજા ખેડકર ચર્ચામાં આવી હતી. તેના પિતા નિવૃત IAS ઓફિસર છે અને પુજાએ પોતાની ઓડી કાર પર લાલ-લીલી બત્તી લગાવીને ફરે છે. તે IAS બની તે વિશે પણ વિવાદ ઉભો થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp