CM ચહેરા વગર ચૂંટણી લડશે મહાયુતિ, શિંદે કેમ્પ નારાજ! સીટ વહેંચણીમાં હોબાળો
BJPના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, મહાયુતિ ગઠબંધન આગામી વિધાનસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં CM પદનો કોઈ ચહેરો રજૂ કરશે નહીં. ઉપરાંત, BJP કુલ 288 બેઠકોમાંથી ઓછામાં ઓછી 160 બેઠકો પર દાવો કરશે. CM પદ અને બેઠકોની સંખ્યા બંને પર BJPના વલણથી શિવસેના અને NCP છાવણીઓ નારાજ છે. BJP અધિકારીએ કહ્યું કે, ઘણી વિચાર-વિમર્શ પછી એ નિર્ણય લેવામાં આવ્યો છે કે મહાયુતિના કોઈ પણ નેતા, CM એકનાથ શિંદે, DyCM દેવેન્દ્ર ફડણવીસ કે DyCM અજિત પવારને CM પદના ઉમેદવાર બનાવવામાં આવશે નહીં.
BJPના અધિકારીએ કહ્યું કે, નવા CM અંગેનો નિર્ણય વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા પછી લેવામાં આવશે. અધિકારીએ કહ્યું કે 'હાલમાં જ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં BJPએ કોઈ પણ નેતાને ભાવિ CM તરીકે રજૂ કર્યા નથી. અમે મહારાષ્ટ્રમાં પણ આ જ પ્રક્રિયા અપનાવવા તૈયાર છીએ.' સીટ શેરિંગ ફોર્મ્યુલા પર, BJP અધિકારીએ કહ્યું કે, પાર્ટી ઓછામાં ઓછી 160 સીટો પર દાવો કરશે. 160 બેઠકો પર કોઈ બાંધછોડ નહીં થાય. અમે વાતચીત દરમિયાન આ સંખ્યા પર ભાર મુકીશું. અમને ખાતરી છે કે, અમે 100થી વધુ બેઠકો જીતીશું અને પછી જ અમે CM પદનો દાવો કરીશું.
BJPએ તાજેતરમાં કહ્યું હતું કે, જો તે મહત્તમ બેઠકો જીતશે તો તેનો ઉમેદવાર CM પદનો દાવો કરશે. બીજી તરફ શિવસેનાએ કહ્યું હતું કે, શિવસેનામાં બળવા પછી CM એકનાથ શિંદેના નેતૃત્વમાં મહાયુતિની સરકાર બની હોવાથી શિવસેના ગમે તેટલી સીટો જીતે તો પણ શિંદે જ CM બનશે. શિવસેનાના એક અધિકારીએ કહ્યું કે 'CM પદ પર કોઈ સમજૂતી નહીં થાય, શિંદે જ CM રહેશે.' NCPના એક નેતાએ કહ્યું કે, તેમની પાર્ટી 100 બેઠકોનો દાવો કરશે અને શિવસેના પણ એટલી જ બેઠકોની માંગ કરશે. જ્યારે BJP અધિકારીએ કહ્યું કે 'NCP અને શિવસેના 100-100 સીટોની માંગ કરી રહ્યા છે, અમને આશા છે કે બંને 80-80 સીટો પર સમજૂતી કરશે.' તેમણે કહ્યું કે સીટ શેરિંગ ફોર્મ્યુલા પર અંતિમ નિર્ણય કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની હાજરીમાં નવી દિલ્હીમાં લેવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp