એરબેગ ન ખુલવા પર એક ડૉક્ટરની મોત, મહિન્દ્રા કંપનીએ આપ્યું આ નિવેદન

PC: grownxtdigital.in

ઉત્તર પ્રદેશના કાનપુરમાં પાછલા દિવસોમાં એક વ્યક્તિએ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા સહિત 13 વ્યક્તિઓ સામે FIR દાખલ કરાવી હતી. તે વ્યક્તિનું કહેવું હતું કે, તેણે પોતાના દીકરાને મહિન્દ્રા સ્કોર્પિયો ભેટમાં આપી હતી અને જાન્યુઆરી 2022માં એક રોડ અકસ્માતમાં તેના દીકરાનું મોત થયું. આ કેસમાં તેમણે આનંદ મહિન્દ્રા સહિત કંપનીના 12 કર્મચારીઓ સામે કેસ દાખલ કરાવ્યો હતો. હવે આ મામલાને લઇ મહિન્દ્રા કંપની તરફથી એક નિવેદન બહાર આવ્યું છે.

પોલીસ અનુસાર, રાજેશ મિશ્રાએ તેમના દીકરા ડૉ. અપૂર્વ મિશ્રાને સ્કોર્પિયો કાર ભેટમાં આપી હતી. 14 જાન્યુઆરી 2022ના રોજ અપૂર્વ તેના મિત્રોની સાથે લખનૌથી કાનપુર પરત ફરી રહ્યો હતો. તે સમયે ધુમ્મસના કારણે તેમની કાર ડિવાઇડર સાથે અથડાઇ અને આ અકસ્માતમાં અપૂર્વનું મોત થયું. ફરિયાદી રાજેશ મિશ્રાએ આરોપ લગાવ્યો છે કે, આ અકસ્માત સમયે તેમના દીકરાએ સીટ બેલ્ટ પહેર્યો હતો પણ કારમાં એરબેગ ડિપ્લોય ન થવાને કારણે તેમના દીકરાનું નિધન થયું છે.

કંપનીનું શું કહેવું છે

આ મામલા બાદ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીએ એક આધિકારિક નિવેદન બહાર પાડી રહ્યું કે, આ મામલો 18 મહિનાથી વધારે જૂનો છે અને રિપોર્ટ કરવામાં આવેલી ઘટના જાન્યુઆરી 2022માં થઇ હતી. વાહનમાં એરબેગ ન હોવાના આરોપો પર ટિપ્પણી કરતા કંપનીએ કહ્યું કે, અમે સ્પષ્ટ રીતે જણાવવા માગીએ છીએ કે 2020માં નિર્મિત સ્કોર્પિયો S9 વેરિઅન્ટમાં એરબેગ હતા. આમાં કહેવામાં આવ્યું છે કે, કંપનીએ આ મામલે તપાસ કરી છે અને એરબેગમાં કોઇપણ રીતની ખામી સામે આવી નથી.

આ રોલઓવર કેસ છેઃ

કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, આ એક રોલઓવર કેસ હતો. જેના કારણે ફ્રંટ એરબેગ ડિપ્લોય(ખુલતો) થતો નથી. કંપનીએ એવું પણ કહ્યું કે આ ઘટનામાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીએ ઓક્ટોબર 2022માં વિસ્તૃત ટેક્નિકલ તપાસ કરી હતી. કંપનીનું કહેવું છે કે, આ કેસ વર્તમાનમાં વિચારાધીન છે અને તેઓ આગળની તપાસ માટે અધિકારીઓની સાથે સહયોગ કરવા માટે પ્રતિબદ્ધ છે.

રોલઓવર શું હોય છે

જણાવીએ કે, રોલઓવર એક પ્રકારના અકસ્માતનો પ્રકાર હોય છે. જેમાં ઘટના સમયે વાહન રસ્તા પર કોઇ ઓબ્જેક્ટ કે વાહનથી અથડાઇ રસ્તા પર પલટતા થોડા અંતર સુધી જાય છે. અહીં એ વાત પર ધ્યાન આપવું જરૂરી છે કે, સામાન્ય રીતે વ્હીકલ રોલઓવરને બે શ્રેણીઓમાં વિભાજીત કરવામાં આવે છે. એક છે- ટ્રિપ્ડ અને બીજુ છે- અનટ્રિપ્ડ. ટ્રિપ્ડ રોલઓવર કોઇ બહારના ઓબ્જેક્ટ જેમકે ડિવાઇડર કે અન્ય વાહન સાથે ટક્કર થવાના કારણે થાય છે. તો અનટ્રિપ્ડ રોલઓવર સ્ટીયરિંગ ઈનપુટ, સ્પીડ અને જમીનની સાથે ઘર્ષણના કારણે થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp