મુસ્લિમ ડિલિવરી બોય ન હોવો જોઈએ,આવા વિચાર રાખતા લોકો પર ગુસ્સે થયા મહુઆ મોઇત્રા

PC: theprint.in

ફૂડ ડિલિવરી કંપની Swiggyને મુસ્લિમ ડિલિવરી બોયને ન મોકલવાની ડિમાંડને લઈને TMC સાંસદ મહુઆ મોઇત્રાએ પ્રતિક્રિયા આપી છે. સાંસદે Swiggy ને આવા ગ્રાહકોનું નામ જાહેર કરવાની અપીલ કરી છે. તેમણે આ પણ કહ્યું કે, કંપનીએ આવા ગ્રાહકોને બ્લેકલિસ્ટમાં નાંખીને પોલીસમાં FIR કરવી જોઈએ.

ટ્વીટ કરીને વ્યક્ત કર્યો ગુસ્સો

હાલમાં જ હૈદરાબાદમાં એક એવી ફાલતૂ ડિમાંડ સામે આવી હતી, જેને લઈને સાંસદ મહુઆ મોઇત્રાએ લખ્યું કે, ‘તિરસ્કાર અને કટ્ટરતાના આ સમન્વયને જોઇને દુ:ખ થયું. જે છૂપાયેલા વ્યક્તિગત પૂર્વાગ્રહ રહેતો હતો, તે હવે બહુસંખ્યકવાદના કારણે સાર્વજનિક જાહેરાત બની રહ્યું છે. Swiggy પ્લીઝ તમે કસ્ટમરને બ્લેકલીસ્ટ કરો, તેનું નામ જાહેર કરો અને પોલીસમાં ફરિયાદ પણ નોંધાવો. આ સંપૂર્ણ રીતે ગેરકાયદેસર છે.’

વાયરલ થયો હતો સ્ક્રીનશોટ

એક ગ્રાહકે ફૂડ ડિલિવરી કંપની Swiggy ને પર્સનલ રિક્વેસ્ટ કરી હતી, તેની આ અપીલનો સ્ક્રીનશોટ વાયરલ થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, તેલંગાણા સ્ટેટ ટેક્સી એન્ડ ડ્રાઈવર્સ જોઈન્ટ એક્શન કમિટીના ચેરમેન સલાલુદ્દિને આનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જો કે, તેને કસ્ટમરનું નામ અને ડીટેલ છૂપાવી દીધી હતી. તેમણે લખ્યું હતું કે, અમે બધા માટે કામ કરીએ છીએ, ભલે તે કોઈ પણ ધર્મના લોકો હોય.

સાથે જ તેમણે લોકોને આના વિરુદ્ધ અવાજ ઉઠાવવાની માગ કરી છે. તેમણે કહ્યું કે, તે તમામ લોકો અહીં લોકો સુધી ઓર્ડર પહોંચાડવા માટે કામ કરે છે, ભલે ડિલીવરી કરનાર હિંદુ હોય, મુસ્લિમ, શીખ કે પછી ખ્રીસ્તી. તેમણે Swiggy ને પણ આ પોસ્ટમાં મેન્શન કરતા લખ્યું કે, આવા રીતના ઓર્ડર્સને બાયકોટ કરવું જોઈએ.

લોકોમાં જોવા મળ્યો આક્રોશ

શેખ સલાઉંદ્દીન દ્વારા શેર ટ્વીટ બાદ લોકોએ આને વાયરલ કરી દીધું. કેટલાક યુઝર્સે આના પર કમેન્ટ કરતા લખ્યું કે, આજના સમયમાં આવા વિચાર ખૂબ જ અજીબ છે. વિરોધ કરતા લોકોમાં કર્ણાટકના કોંગ્રેસ MP કાર્તિ ચિદંબરમ પણ શામેલ છે. જો કે, અત્યાર સુધી Swiggy એ આના પર કોઈ પ્રતિક્રિયા નથી આપી. આવી રીતે ધર્મ સાથે જોડીને ઓર્ડર કેન્સલ કરવાનો આ પહેલો મામલો નથી, આના પહેલા 2019મા પણ આવું જ કંઈક થયું હતું,

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp