કેશ, ગિફ્ટ, બંગલો, લોનઈન પાસવર્ડ...TMC સાંસદ મહુઆ મોઇત્રાએ આરોપોને લઇ કહ્યું કે.

PC: indiatoday.com

પાછલા ઘણાં દિવસોથી TMC સાંસદ મહુઆ મોઈત્રા કેશ ફોર ક્વેરીથી જોડાયેલા આરોપોનો સામનો કરી રહી છે. જાણકારી સામે આવી છે કે તેમણે એ વાત કબૂલ કરી છે કે, તેમણે પોતાના મિત્ર અને બિઝનેસમેન દર્શન હીરાનંદાનીને પોર્ટફોલિયોમાં લોગ-ઈન અને પાસવર્જની ડિટેલ્સ આપી હતી. પણ કોઇપણ રીતની કેશ લીધી નહોતી. આ આરોપ, સુપ્રીમ કોર્ટના એડવોકેટ જય અનંત દેહાદ્રાઈએ સીબીઆઈની સામે કરવામાં આવેલી ફરિયાદમાં ટીએમસી સાંસદ પર લગાવ્યો હતો.

પોતાના પર લાગેલા આરોપ પર શું બોલ્યા

કેશ ફોર ક્વેરી કેસમાં મહુઆ મોઈત્રાએ ઈન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં કહ્યું કે, કોઈપણ સાંસદ પોતાના સવાલોને ટાઇપ કરતા નથી. મેં તેમને(દર્શનને) પોતાની લોગ-ઈન ડિટેલ્સ આપી. જેથી તેમની ઓફિસમાં કોઇ સવાલોને ટાઇપ કરીને અપલોડ કરી શકે.

સવાલોને અપલોડ કરવા માટે OTPની જરૂર હોય છે. જેનો ઉલ્લેખ કરતા મહુઆ મોઈત્રાએ કહ્યું કે, મારા ફોન પર ઓટીપી આવ્યો હતો. અપલોડ કરવામાં આવેલા સવાલોમાં દર્શનના કોઇ પ્રશ્નો નહોતા અને તેમાં એવા કોઇ સવાલ નહોતા જેની જાણકારી મને ન રહી હોય.

મહુઆ મોઈત્રાને એથિક્સ કમેટીની સામે રજૂ થવા માટે 31 ઓક્ટોબર સુધીનો સમય મળ્યો છે. જોકે, TMC સાંસદે શુક્રવારે 5 નવેમ્બર સુધીના સમયની માગ કરી છે.

શું મહુઆ મોઈત્રાએ સવાલના બદલામાં પૈસા લીધા?

તેમના પર આરોપ લાગ્યો છે કે, તેમણે અડાણી સામે સવાલ પૂછવા માટે હિરાનંદાની પાસેથી પૈસા લીધા છે. આ સંબંધિત સવાલ પર TMC સાંસદે કહ્યું કે, મને જણાવવામાં આવે કે પૈસા ક્યાં છે. આમાં સૌથી મોટી બાબત બદલાની ભાવના છે. દર્શને પોતાના એફિડેવિટમાં કહ્યું છે કે, તે પ્રધાનમંત્રી મોદીનો સૌથી મોટો પ્રશંસક છે. તે અડાણી પર કેમ શાબ્દિક હુમલો કરશે. તેમના દ્વારા જે વાતો કહેવામાં આવી છે, તેની આગળ મારા સવાલ મજાકિયા લાગે છે.

મહુઆ મોઈત્રા કહે છે કે, તેમની પાસે હીરાનંદાનીનો એફિડેવિટ છે. જેમાં તેમણે કોઇપણ રીતના કેશની વાત કહી નથી.

ગિફ્ટમાં શું આપ્યું હતું

આ સવાલના જવાબમાં TMC સાંસદે કહ્યું કે, જ્યાં સુધી મને યાદ છે દર્શન હીરાનંદાનીએ મને મારા જન્મદિવસ પર એક સ્કાર્ફ આપ્યો હતો. મેં તેમને બોબી બ્રાઉન મેકઅપ સેટ માટે કહ્યું હતું, જેના બદલામાં તેમણે મને MAC આઈ શેડો અને લિપસ્ટિક આપી હતી.

સાથે જ સાંસદે એવું પણ કહ્યું કે, જ્યારે પણ તેઓ મુંબઈ કે દુબઈ જતા હતા, દર્શનની કાર તેમને એરપોર્ટથી પિક અપ કરી અન્ય સ્થાને ડ્રોપ કરતી હતી. ઈન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં TMC સાંસદે કહ્યું કે, હું તમને સાચી વાત જણાવી રહી છું. આના સિવાય દર્શન કશું પણ સાબિત નહીં કરી શકે. મેં તેમની પાસેથી કોઇપણ રીતની કેશ લીધી નથી.

જ્યાં સુધી વાત ઘરના રિનોવેશનની છે તો, મેં દર્શનને તેમના કોઇ આર્કિટેક્ટ પાસેથી પ્લાન બનાવવા માટે કહ્યું હતું. જે તેમણે કર્યું અને તે મારી પાસે છે. મેં આ પ્લાનને CPWDને આપ્યો છે અને ઉપરથી નીચે સુધી ઘરનું કામ મારા MP બંગલામાં CPWD દ્વારા કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp