કમિટીની ભલામણને મહુઆ મોઈત્રાએ ગણાવી ‘કંગારું કોર્ટ’, જાણો શું છે આ શબ્દનો અર્થ

PC: indiatoday.in

કંગારું કોર્ટ આ શબ્દ તમે સામાજિક કે રાજનીતિક જીવનમાં જરૂર સાંભળ્યો હશે. મોટા ભાગે પોલિટિકલ લીડર તેનો ઉપયોગ કરે છે, પરંતુ શું તમે તેનો અર્થ સમજો છો. એ પહેલા કે અમે તમને તેનો અર્થ બતાવીએ એ જાણવું જરૂરી છે કે આજે આપણે અહી ચર્ચા કેમ કરી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે, તૃણમૂલ કોંગ્રેસ (TMC) નેતા મહુઆ મોઈત્રાએ આ શબ્દનો પ્રયોગ કર્યો છે. તેઓ આ દિવસોમાં ‘પૈસા લઈને સવાલ પૂછવા’ સાથે જોડાયેલા વિવાદમાં ફસાયા છે.

તૃણમૂલ કોંગ્રેના સાંસદ મહુઆ મોઈત્રાએ આ મુદ્દા પર લોકસભાની આચાર સમિતિની સસ્પેન્શનની ભલામણ બાદ ‘એક કંગારું કોર્ટ દ્વારા અગાઉથી ફિક્સ મેચ કરાર આપ્યો છે. એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા મહુઆ મોઈત્રાએ કહ્યું કે, ‘આ એક કંગારું કોર્ટની પહેલથી ફિક્સ મેચ છે, જેમાં હેરાનીની કોઈ વાત નથી, પરંતુ દેશ માટે મોટો સંદેશ એ છે કે ભારત માટે એ સંસદીય લોકતંત્રની મૃત્યુ છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ભલામણને અત્યારે અંતિમ રૂપ આપવામાં આવ્યું નથી અને આ નિર્ણય સંસદના શિયાળુ સત્રમાં લેવો જોઈએ.

કંગારુ કોર્ટનો અર્થ:

હવે વાત કગારું કોર્ટ શબ્દના અર્થની. ઓક્સફર્ડ ડિક્સનરીથી લોકોના એક ગ્રુપ દ્વારા આયોજિત એક અનૌપચારિક કોર્ટના રૂપમાં પરિભાષિત કરે છે, જેમાં કોઈ વ્યક્તિને વિશેષ રૂપે પૂરતા પુરાવા વિના કોઈ ગુના કે દુષ્કર્મની દોષી માનવામાં આવે છે. ઓછા શાબ્દિક અર્થમાં તેનો ઉપયોગ એ કાર્યવાહીઓ કે ગતિવિધિઓ માટે કરવામાં આવે છે, જ્યાં નિર્ણય અનુચિત, પક્ષપાતપૂર્ણ રીતે કરવામાં આવે છે. આ શબ્દ ક્યારથી ઉપયોગ શરૂ થયો તેને લઈને કંઇ પણ સ્પષ્ટ નથી. પરંતુ માનવામાં આવે છે કે તેનો ઉપયોગ 19મી સદીથી કરવામાં આવી રહ્યો છે.

બીજો સવાલ એ ઉઠે છે કે ‘કંગારું’ શબ્દ કેમ ઉપયોગ કરવામાં આવે છે. અટકળો લગાવવામાં આવી છે કે આ કગારુંની જેમ છલાંગથી આગળ વધતા ન્યાયની ધારણાથી થઈ શકે છે. બીજા શબ્દોમાં કૂદીને કે જાણીજોઈને પુરાવાઓને નજરઅંદાજ કરવા સાથે તેનો અર્થ હોય શકે છે. વધુ એક સંભાવના એ છે કે આ કંગારુની થેલીને સંદર્ભિત કરી શકે છે, જેનો અર્થ છે કે કોર્ટ કોઈના ખિસ્સામાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp