ચા ખરીદવાના પણ પૈસા નથી.., સંસદ ‘સ્મોક એટેક’ બાદ આ હાલતમાં છે અમોલના પરિવારજનો
સંસદની સુરક્ષામાં સેંધ લગાવનાર 6 લોકોની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે. તેમાંથી એક યુવક મહારાષ્ટ્રના લાતૂરનો છે. તેનું નામ અમોલ શિંદે છે. આ ઘટનામાં દીકરાનું નામ આવ્યા બાદ તેના માતા-પિતા સામે આવ્યા છે. તેમણે સરકાર પાસે માગ કરી છે કે એક વખત દીકરા સાથે વાત કરવી દો. અમોલના પિતા ધનરાજ શિંદેએ કહ્યું કે આ ઘટના બાદ છેલ્લા 4 દિવસોથી અમે ઘરમાં જ છીએ. ગામની કોઈ પણ વ્યક્તિ કામ આપી રહી નથી. તેમનું કહેવું છે કે જો કામ પર બોલાવ્યા તો પોલીસ અમારી પણ તપાસ કરશે. કામ ન મળવાના કારણે ચા ખરીદવાના પણ પૈસા નથી. કોઈ પણ ઉધાર આપવા તૈયાર નથી.
દીકરાની યાદમાં ધનરાજે હાલના દિવસોમાં તેની ટી-શર્ટ પહેરી રાખી છે, જેના પર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની તસવીર છે. અમોલની માતાનું કહેવું છે કે દીકરો આ ત્રણેય ક્રાંતિકારીઓને ફોલો કરતો હતો. ભગતસિંહના પુસ્તકો વાંચવાનો તેને શોખ હતો એટલે તે પણ ક્રાંતિકારીઓ જેમ કે સૈન્ય અને પોલીસમાં સામેલ થઈને દેશની સેવા કરવા માગતો હતો. ઉલ્લેખનીય છે કે, સંસદમાં શૂન્યકાળ દરમિયાન વિઝિટર ગેલેરીથી સાગર શર્મા અને મનોરંજન કૂદી પડ્યા હતા. તેમની પાસે સ્મોક કેન હતી. જેમાંથી પીળો ધુમાડો નીકળી રહ્યો હતો. આ લોકોએ સંસદમાં નારા લગાવ્યા એટલામાં ત્યાં ઉપસ્થિત સાંસદોએ તેમને પકડી લીધા.
જે સમયે સંસદમાં આ બે લોકો નારેબાજી અને પ્રદર્શન કરી રહ્યા હતા, લગભગ એક જ સમયે અમોલ શિંદે અને નીલમ દેવીએ સંસદ પરિસર બહાર ‘તાનાશાહી નહીં ચલેગી’ નારા લગાવતા સ્મોક કેનથી રંગીન ધુમાડો છોડ્યો. એ સિવાય પાંચમા આરોપી લલીત ઝાએ કથિત રૂપે પરિસર બહાર વિરોધ પ્રદર્શનના વીડિયો સોશિયલ મીડિયા પર પ્રસારિત કર્યા હતા. નીલમના પરિવારજનોએ પટિયાલા હાઉસ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે. તેમાં નીલમને મળવાની માગ કરવામાં આવી છે. સાથે જ FIR કોપી પણ માગી છે. અરજી પર કોર્ટે દિલ્હી પોલીસને નોટિસ આપી છે. 18 ડિસેમ્બરે આ કેસમાં સુનાવણી થશે.
પોતાને એક્ટિવિસ્ટ બતાવનારી નીલમ હરિયાણાના જિંદના ઘસો કલાની રહેવાસી છે. તે અલગ-અલગ વિરોધ પ્રદર્શનોમાં સક્રિય રહી છે. થોડા સમય અગાઉ તે હિસારના રેડ સ્ક્વેર માર્કેટ પાછળ PGમાં રહીને સિવિલ સર્વિસની તૈયારી કરી રહી હતી. 25 નવેમ્બરના રોજ ઘરે જવાની વાત કહીને તે PGથી જતી રહી હતી. તેની સાથે PGમાં રહેનારી છોકરીઓનું કહેવું હતું કે, તેની રાજનીતિમાં રુચિ વધારે રહેતી હતી. નીલમના ભાઈએ જણાવ્યું કે, તે ગ્રામજનો સાથે ખેડૂત આંદોલનમાં જતી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp