અમુક રાજ્યોમાં બુલડોઝર ચલાવવું એક ફેશન બની ગયું છે, SCમાં ચાલી લાંબી ચર્ચા

PC: indiatoday.com

દેશના મોટા ભાગના રાજ્યોમાં બુલડોઝર કાર્યવાહીને લઇ વરિષ્ઠ એડવોકેટ દુષ્યંત દવેએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે, આ એક્શન એક ફેશન બની ગયું છે. આને લઇ સરકારે ગાઈડલાઇન તૈયાર કરવી જોઇએ. ઘણાં રાજ્યોમાં બુલડોઝર એક્શન એક રીતની ફેશન બની ગઇ છે અને તેને લઇ સરકારે અમુક ગાઇડલાઇન તૈયાર કરવાની રહેશે. આ રીતે ઘરો પર એક્શન ચલાવવું તો આર્ટિકલ 21 હેઠળ જીવનના અધિકારોનું ઉલ્લંઘન છે. સુપ્રીમ કોર્ટમાં વરિષ્ઠ એડવોકેટ દુષ્યંત દવે આ મુદ્દો ઉઠાવ્યો અને બેંચને કહ્યું કે, આને લઇ નિયમો નક્કી કરવાની જરૂર છે. દવેએ એપ્રિલ 2022માં જહાંગીરપુરીમાં થયેલ બુલડોઝર એક્શન પર સુનાવણી કરી રહેલા જસ્ટિસ બીઆર ગવઈ અને પ્રશાંત કુમાર મિશ્રાની બેંચ સામે આ માગ કરી છે. જહાંગીરપુરીમાં એક્શન પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી હતી.

એક વર્ગને જ ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે

કોર્ટમાં આ ઉપરાંત પણ અન્ય ઘણી અરજીઓ પર સુનાવણી થઇ રહી છે. જેમાં અમુક મામલાઓમાં આરોપીઓના ઘરોને બુલડોઝર દ્વારા પાડી નાખવા પર સવાલ ઉભા કરવામાં આવ્યા છે. આ પહેલા પણ સુનાવણી દરમિયાન વરિષ્ઠ એડવોકેટ દુષ્યંત દવેએ આવા એક્શન પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, કોઇ આરોપીની ભૂલ પર તેનું ઘર તોડી પાડવું એ લોકોને પ્રભાવિત કરે છે, જેઓ આ મામલામાં સામેલ પણ નથી. માટે કોર્ટે અમુક નિયમ નક્કી કરી દેવા જોઇએ. આવી કાર્યવાહીઓ હેઠળ અમુક વર્ગને જ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.

જોકે, વરિષ્ઠ એડવોકેટ દુષ્યંત દવેની આ વાત કાપતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, તમે ખોટા તથ્યો રજૂ કરી રહ્યા છો અને અધૂરી વાત કરી રહ્યા છો. તુષાર મહેતાએ કહ્યું કે, જહાંગીરપુરીમાં જ્યાં એક્શન લેવાયું, તેમાં મોટી સંખ્યાની વસતી હિંદુઓની છે. એમાંથી ઘણાં હિંદુ એવા હતા જેઓ બુલડોઝર એક્શનથી પ્રભાવિત થયા. આ મામલ હવે કોર્ટે આગળની સુનાવણી માટે આવતા બુધવારની તારીખ આપી છે. જણાવીએ કે, ગયા વર્ષે દિલ્હીના જહાંગીરપુરીમાં નવરાત્રી દરમિયાન હિંસક ઝડપ અને પથ્થરબાજીની ઘટના બની હતી. ત્યાર પછી નગર પાલિકાએ બુલડોઝર એક્શન લેવાનો નિર્ણય કર્યો હતો. આ કેસ જ્યારે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો તો ત્યાં એક્શન પર રોક લગાવી દેવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp