મહિલાઓને ગર્ભવતી બનાવો, 10,000 રૂપિયા ઇનામ મેળવો, હજારો લોકો ભેરવાયા

PC: tv9hindi.com

હરિયાણાના નૂહ જિલ્લાની પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરીને એક મોટા નેટવર્કનો પદાર્ફાશ કર્યો છે. આ ગેંગ સોશિયલ મીડિયામાં જાહેરાત આપીને લોકો સાથે છેતરપિંડી કરતી હતી. એક ભોગ બનનારીની ફરિયાદને આધારે પોલીસે 2ની ધરપકડ કરી છે.

આ આરોપીઓની પુછપરછમાં પોલીસને જે જાણવા મળ્યું તે ચોંકાવનારું છે. આરોપીઓ સોશિયલ મીડિયામાં એવી જોબની ઓફર કરતા કે એવી ઘણી મહિલાઓ જે લગ્ન પછી મા બની શકતી નથી. આવી મહિલાઓએ અમારી એજન્સીનો સંપર્ક કર્યો છે. જે કોઇ આવી મહિલાઓને ગર્ભવતી બનાવશે તેમને 10,000 રૂપિયા ઇનામ આપવામાં આવશે. જો કોઇ સંજોગોમાં મહિલા ગર્ભવતી ન પણ થાય તો પણ 5,000 રૂપિયા આપવામાં આવશે. આના માટે 750 રજિસ્ટ્રેશન ફી ભરવાનું કહેવાયું હતું.

ઘણા લોકો આ માયાજાળમાં ફસાયા. રજિસ્ટ્રેશન પછી આ ગઠીયાઓએ મહિલાઓની મુલાકાત તો ન કરાવી, પરંતુ જુદી જુદી રીતે લોકો પાસેથે લાખો રૂપિયા પડાવી લીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp