દીદી બોલ્યા-રાહ જુઓ INDIA ગઠબંધન સરકાર બનાવશે, NDA સરકારની ગણાવી ગેરકાયદેસર

PC: indiatoday.in

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું કહેવું છે કે, તેમની પાર્ટી TMC કેન્દ્રીય રાજનીતિને લઈને હાલમાં Whatch and Whatchની સ્થિતિમાં છે. તેમણે કહ્યું કે, બની શકે કે INDIA ગઠબંધને હાલમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો ન હોય, પરંતુ તેનો અર્થ એ નથી કે તે આગળ પણ દાવો નહીં કરે. તેમને નરેન્દ્ર મોદીના શપથ સમારોહમાં જવાને લઈને એક સવાલના જવાબમાં કહ્યું કે, ન મને નિમંત્રણ મળ્યું છે અને ન હું જઈશ.

મમતા બેનર્જીએ પાર્ટીના સાંસદો સાથે બેઠક કયા બાદ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે, નબળી અને અસ્થિર સરકારને સત્તાથી હટાવવા પર તેમને ખુશી થષ. ભાજપ અલોકતાંત્રિક અને ગેરકાયદેસર સરકાર બનાવી રહી છે. મમતાએ કહ્યું કે, આજે INDIAએ સરકાર બનાવવાનો દાવો કર્યો નથી, પરંતુ તેનો અર્થ એ નથી કે તેઓ કાલે એમ નહીં કરે. ચાલો થોડો સમય રાહ જોઈએ. અંતે INDIA ગઠબંધન આગામી દિવસોમાં સરકાર બનાવશે.

https://khabarchhe.com/uploads/mc_path/171791228212.jpg

ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણી દરમિયાન પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટીએ એકલાના દમ પર ચૂંટણી લડી હતી, પરંતુ રાષ્ટ્રીય સ્તર પર INDIA ગઠબંધનનો હિસ્સો હતી. તો રાજ્યમાં TMC અને કોંગ્રેસે બધી સીટો પર પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા. મમતા બેનર્જીએ કહ્યું કે, અસ્થિર અને નબળી ભાજપ સરકાર વધારે સમય સુધી નહીં ચાલે. બનનારી NDA સરકાર અસ્થિર હશે.

ભાજપને બહુમત મળ્યું નથી, તે સહયોગીઓ પર નિર્ભર છે. જોઈએ કે તે (ભાજપ) પોતાના સહયોગીઓ સાથે કેટલા સમય સુધી ચાલી શકે છે. NDAવાળા પોતાના ઘરે જઈને આરામ કરે. જનાદેશ નરેન્દ્ર મોદી વિરુદ્ધ હતો અને તેમણે આ વખત પદ છોડવું જોઈતું હતું અને કોઈ બીજાએ પદભાર સંભળવા દેવો જોઈતો હતો. દેશને બદલાવની જરૂરિયાત છે, દેશ બદલાવ ઈચ્છે છે. આ જનાદેશ બદલાવ માટે હતો. અમે રાહ જોઈએ છીએ અને સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ.

https://khabarchhe.com/uploads/mc_path/171791228211.jpg

મમતા બેનર્જીએ જણાવ્યું કે, તેમની પાર્ટી શપથગ્રહણ સમારોહમાં સામેલ નહીં થાય. તેમણે કહ્યું કે, તેમની પાર્ટી લોકસભા અને રાજ્યસભામાં નાગરિકતા સંશોધન અધિનિયમને રદ્દ કરવાની માગ કરતી રહેશે. આ વખતની લોકસભા અગાઉની લોકસભાઓ જેવી નહીં હોય. TMC સાંસદોએ તેમને સંસદીય દળના નેતા તરીકે ચૂંટ્યા છે. મુખ્યમંત્રી મમતાએ સુદીપ બંદોપાધ્યાયને લોકસભાના નેતા અને ડેરેક ઑ’બ્રાયનને રાજ્યસભાના નેતા બનાવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp