રામ મંદિર ઉદ્વઘાટનમાં આ રાજ્યના CM નહીં આવે, તેમની પાર્ટીના નેતાઓ પણ નહીં આવે
22 જાન્યુઆરીના રોજ રામ મંદિરનું ઉદ્વઘાટન થવા જઈ રહ્યું છે. અયોધ્યામાં તેની તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્યક્રમના મુખ્ય અતિથિ છે. તેની સાથે જ પ્રતિમાની સ્થાપના કરવાની છે. ઉત્તર પ્રદેશની યોગી આદિયાનાથ સરકાર તેની તૈયારીમાં લાગી ગઈ છે. સત્તા પક્ષથી લઈને વિપક્ષના તમામ મોટા નેતા અને વિભિન્ન ક્ષેત્રના દિગ્ગજોને નિમંત્રણ મોકલવામાં આવ્યું છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને પણ તેમાં નિમંત્રણ મળ્યું હતું. આ દરમિયાન સમાચાર મળી રહ્યા છે કે તેઓ અને તેમની પાર્ટી (TMC) આ કાર્યક્રમમાં ભાગ નહીં લે.
રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ અને ટ્રસ્ટના પદસ્થ સભ્ય ન઼ૃપેન્દ્ર મિશ્રા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના અખિલ ભારતીય સંપર્ક પ્રમુખ રામ લાલ અને વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે સોનિયા ગાંધી અને મલ્લિકાર્જૂન ખરગે સાથે મુલાકાત કરી અને તેમને સમારોહમાં નિમંત્રણ આપ્યું. ન઼ૃપેન્દ્ર મિશ્રાએ મનમોહન સિંહ પાસે પણ મળવાનો સમય માગ્યો હતો, પરંતુ પૂર્વ વડાપ્રધાનના કાર્યાલયે તેમના નાજુક સ્વાસ્થ્યનો સંદર્ભ આપતા સમય આપવાનો ઇનકાર કરી દીધો.
પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દવગૌડા અને પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દને પણ ભવ્ય સમારોહમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલને પણ નિમંત્રણ મોકલવામાં આવ્યું છે. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે અતિથી લિસ્ટ સાવધાનીપૂર્વક તૈયારી કરવામાં આવી છે. તેમાં બિઝનેસમેન, વૈજ્ઞાનિક, એક્ટર, સેનાના અધિકારીથી લઈને પદ્મશ્રી અને પદ્મ ભૂષણ પુરસ્કાર વિજેતા સુધી સામેલ છે. અતિથિ લિસ્ટમાં તિબેટી ધર્મગુરુ દલાઇ લામા, યોગગુરુ બાબા રામદેવ, ઉદ્યોગપતિ ગૌતમ અદાણી, રિલાયન્સના મુકેશ અંબાણી, એક્ટર અમિતાભ બચ્ચન, રજનીકાંત, માધુરી દીક્ષિત, રામાનંદ સાગરની રામાયણ ટીવી સીરિઝમાં ‘રામની ભૂમિકા નિભાવનારા અરૂણ ગોવિલ, ફિલ્મ ડિરેક્ટર મધુર ભંડારકર, ગીતકાર પ્રસૂન જોશી સહિત સામેલ છે.
ટ્રસ્ટે મોટી સંખ્યામાં એ શ્રમિકોને પણ આમંત્રિત કર્યા છે જે મંદિર નિર્માણનો હિસ્સો હતા. સાથે જ ટાટા ગ્રુપના નટરાજન ચંદ્રશેખરન અને L&T ગ્રુપના એસ.એન. સુબ્રમણ્યનને નિમંત્રણ મોકલવામાં આવ્યું છે. રામ મંદિર ઉદ્વઘાટનને લઈને વિપક્ષી ગઠબંધન INDIAમાં સામેલ અન્ય પાર્ટીઓએ અત્યાર તેમનું વલણ સ્પષ્ટ રૂપે સામે આવ્યું નથી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખરગે, સંસદીય દળના પ્રમુખ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને નિમંત્રણ મળ્યું છે, પરંતુ તેમણે કાર્યક્રમમાં સામેલ થવાને લઈને હા કહ્યું નથી. તો સમાજવાદી પાર્ટી, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી સ્પષ્ટ ના પાડી દીધી છે, જ્યારે કેટલીક પાર્ટીઓને અત્યાર સુધી નિમંત્રણ મળ્યું નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp