મૃત વ્યક્તિ થઈ ગયો જીવતો, પરિવારજનોએ ફરી કરાવ્યા લગ્ન, નવું નામ કેમ રાખ્યું?

PC: theprint.in

ઉત્તરાખંડથી એક હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે. એક મૃત વ્યક્તિ ફરી જીવતો થઈ ગયો. જી હા એક વર્ષ અગાઉ ગુમ થયેલો વ્યક્તિ, જેના અંતિમ સંસ્કાર પણ થઈ ચૂક્યા હતા. તે પાછો પોતાના ગામમાં આવતો રહ્યો. ખટીમાનો રહેવાસી નવીન ચંદ્ર ભટ્ટ (ઉંમર 42 વર્ષ) એક વર્ષ કરતા વધુ સમયથી ગુમ હતો. નવીનના પરિવારજનોએ એક લવારીશ શબને, તેનું શબ સમજીને 25 નવેમ્બરે અંતિમ સંસ્કાર પણ કરી દીધા, પરંતુ ત્યારબાદ અચાનક નવીન પાછો આવી ગયો.

અંતિમ સંસ્કાર બાદ જ્યારે નવીન જીવતો મળ્યો ત્યારે તેના પરિવારજનોએ નામ બદલીને તેના બીજા લગ્ન કરાવી દીધા, નવીનની પત્નીથી બે બાળકો છે. એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ, નવીનના પરિવારજનોએ તેને પરત આવવાને પુનર્જન્મ માન્યો. સ્થાનિક માન્યતાઓ મુજબ, ઘરના લોકો એ બધુ કર્યું જે જન્મ બાદ બાળક સાથે થાય છે. નવીનના પરિવારજનોએ તેનું નવું નામ રાખ્યું, જનોઈ સંસ્કાર કર્યા અને ફરી તેની પત્ની સાથે લગ્ન પણ કરાવ્યા.

નવીનના ગામના રહેવાસી એક વ્યક્તિએ જણાવ્યું કે, તેનો અંતિમ સંસ્કાર કરી દીધો હતો. એવામાં તે જીવતો મળી આવ્યા બાદ ગામના વૃદ્ધો અને પૂજારીઓએ એ નક્કી કર્યું કે જન્મથી લગ્ન સુધીના તેના બધા સંસ્કાર ફરીથી કરાવવામાં આવશે. નવીનના ફરી લગ્ન કરાવનારા પૂજારીએ જણાવ્યું કે, તેના એક વખત અંતિમ સંસ્કાર થઈ ચૂક્યા છે. એવામાં તે પાછો આવવાને પુનર્જન્મ માનીને ફરીથી બધા પવિત્ર અનુષ્ઠાન કરવામાં આવી રહ્યા છે. હવે તેનું નામ નવીન ચંદ્ર ભટ્ટથી બદલીને નારાયણ ભટ્ટ કરી દેવામાં આવ્યું છે.

આ નામ માત્ર ધાર્મિક કાર્યો માટે ઉપયોગ થશે. ઉલ્લેખનીય છે કે, નવીન પહેલાથી જ પરિણીત હતો. તેના બે બાળકો પણ છે. અંતિમ સંસ્કાર બાદ જ્યારે તે પાછો પોતાના ગામમાં ફર્યો તો ઘરના લોકોએ ફરી તેના લગ્ન એ જ મહિલા સાથે કરાવ્યા. ગામના પૂર્વ સરપંચ રમેશ મહારે એક અંગ્રેજી અખબાર સાથે વાતચીત કરતા કહ્યું કે, નવીન જીવિત હોવાનું જાણવા મળ્યું તો વૃદ્ધો અને પૂજારીઓએ સર્વસંમતિથી નિર્ણય લીધો કે માન્યતા મુજબ જન્મથી લઈને લગ્ન સુધી બધા સંસ્કાર, શુદ્ધિકરણ માટે ફરીથી કરવા જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp