આ ખેડૂતે મળેલા 40000 પરત કર્યા, ઇનામરૂપે 1000ની ઓફર થઇ પણ તેણે માગ્યા 7 રૂપિયા

PC: twitter.com

આજના જમાનામાં પણ લોકોમાં પ્રામાણિક્તા જોવા મળી આવે છે. એક વ્યક્તિ પાસે માત્ર 3 રૂપિયા હતા. તેને બસ સ્ટોપ પાસેથી 40 હજાર રૂપિયા મળી આવ્યા હતાં. તેમ છતાં તેનું ઈમાન ડગમગાયું નહિ. તેણે તે 40 હજાર રૂપિયા તેના માલિકને પરત કરી દીધા.

મહારાષ્ટ્રના સતારામાં રહેનારા ધનાજી જગદાલેને દિવાળીના દિવસે દહીવાડી બસ સ્ટેશન પાસેથી 40 હજાર રૂપિયા મળી આવ્યા હતાં. ત્યાર પછી તેમણે આસપાસના લોકોને પૂછ્યું કે, આ રૂપિયા તેમના છે. પહેલા તો કઈ બોલ્યું નહિ. ત્યાર પછી ટેન્શનમાં દેખાતો એક વ્યક્તિ તેમની પાસે આવ્યો. તેણે જણાવ્યું કે તેની વાઈફની સર્જરી છે અને તે પૈસા તે તેની સારવાર માટે લઈ જઈ રહ્યો હતો.

જગદાલેની પ્રામાણિક્તા જોઈને તે વ્યક્તિએ તેને 1000 રૂપિયા આપવાનો પ્રયત્ન કર્યો, પણ જગલાદેએ તે રૂપિયા લીધા નહિ. તેમણે કહ્યું કે, તેમની પાસે માત્ર 3 રૂપિયા છે. ગામ જવા માટે 10 રૂપિયા લાગે છે. માટે તેમણે માત્ર 7 રૂપિયા જ તે વ્યક્તિ પાસેથી લીધા.

સતારાના BJPના ધારાસભ્ય શિવેન્દ્રરાજ ભોંસલે જેવા અન્ય નેતાઓ જગદાલેની પ્રામાણિક્તાની ચર્ચા કરી રહ્યા છે. જગદાલેને તેમની પ્રામાણિક્તા માટે સન્માનિત પણ કરવામાં આવ્યા. જોકે, જગદાલેએ કોઈ પણ પ્રકારનું રોકડ ઈનામ લીધું નહિ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp