FasTag રિચાર્જ કરતી વખતે વ્યક્તિએ અઢી લાખ રૂપિયા ગુમાવ્યા, આ ભૂલ ન કરો

PC: livehindustan.com

ફાસ્ટટેગ રિચાર્જ કરવા માટે ઓનલાઈન મદદ લેવી એક વ્યક્તિ માટે મોંઘી સાબિત થઈ અને તેને લગભગ 2.5 લાખ રૂપિયાનું નુકસાન થયું. હકીકતમાં આ વ્યક્તિ ફાસ્ટેગ કૌભાંડનો શિકાર બન્યો હતો. એક રિપોર્ટ અનુસાર, નાલાસોપારામાં એક વ્યક્તિએ તેના ફાસ્ટેગ એકાઉન્ટને રિચાર્જ કરવાનો પ્રયાસ કરતી વખતે 2.4 લાખ રૂપિયા ગુમાવ્યા. પીડિત, જેનું નામ નથી બતાવવામાં આવ્યું, તે ફાસ્ટેગ માટે કસ્ટમર કેર નંબર ઓનલાઈન સર્ચ કરી રહ્યો હતો પરંતુ તેને નકલી નંબર મળ્યો.

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, 17 જુલાઈના રોજ, 47 વર્ષીય વ્યક્તિ તેના ફાસ્ટેગ એકાઉન્ટને રિચાર્જ કરી રહ્યો હતો. જ્યારે તેને રિચાર્જ કરવામાં સમસ્યાનો સામનો કરવો પડ્યો, ત્યારે તેણે સહાય મેળવવા માટે ફાસ્ટેગ કસ્ટમર કેર નંબર ઓનલાઈન સર્ચ કર્યો, પરંતુ તેને જે નંબર મળ્યો. તે નકલી નંબર હતો, જે તેને સાચો સમજાયો હતો. આગળ શું થયું તમે પણ વાંચો અને સાવધાન રહો...

જ્યારે વ્યક્તિએ તે નંબર પર ફોન કર્યો અને સામે તરફની વ્યક્તિએ તેમને તેમના ફોન પર રિમોટ એક્સેસ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની સૂચના આપી. એકવાર એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગયા પછી, સાયબર ગુનેગારો પીડિતના બેંક એકાઉન્ટને ઍક્સેસ કરવામાં અને તેમના પોતાના ખાતામાં 2.4 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવામાં સફળ થયા. જ્યારે છેતરપિંડી કરવામાં સફળ થયા ત્યારે તેઓએ તરત જ તેમનો નંબર બંધ કરી દીધો.

જ્યારે વ્યક્તિને ખબર પડી કે તે છેતરપિંડીનો શિકાર બન્યો છે, ત્યારે મામલાની ગંભીરતા સમજીને તેણે સમય બગાડ્યા વિના પોલીસને જાણ કરી. પોલીસે IPCની કલમ 420 (છેતરપિંડી અને અપ્રમાણિકપણે મિલકતની ડિલિવરી કરવા માટે પ્રેરિત કરવા સંબંધિત) અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની કલમ 66C (ઓળખની ચોરી સંબંધિત) હેઠળ કેસ નોંધ્યો છે.

અહીં તમને જણાવી દઈએ કે, FASTagએ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા સંચાલિત ઈલેક્ટ્રોનિક ટોલ-કલેક્ટિંગ સિસ્ટમ છે. FASTag વાહનોની વિન્ડસ્ક્રીન પર ઇન્સ્ટોલ કરેલું છે અને રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન (RFID) ટેક્નોલોજી પર કામ કરે છે. તમે તેને તમારી અનુકૂળતા મુજબ ગમે ત્યારે રિચાર્જ કરી તેનો ઉપયોગ કરી શકો છો, બરાબર એવી રીતે જેમ તમે તમારો મોબાઈલ નંબર રિચાર્જ કરવો છો.

મે મહિનામાં પણ આવી જ એક ઘટના પ્રકાશમાં આવી હતી, જેમાં કર્ણાટકના બ્રહ્મવારામાં રહેતા એક વ્યક્તિ પાસેથી છેતરપિંડી કરનારાઓએ લગભગ 1 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. તેણે પણ પોતાનું FASTag એકાઉન્ટ રિચાર્જ કરવા માટે નેટ પર હેલ્પલાઈન નંબર સર્ચ કર્યો હતો. તેને મળેલો નંબર પણ નકલી હતો. ફ્રાન્સિસ પાયસ નામનો આ વ્યક્તિ તેના ફોર વ્હીલર પર બ્રહ્મવારાથી મેંગલુરુ જઈ રહ્યો હતો જ્યારે તે હેજમાડી ટોલ પ્લાઝા પાસે પહોંચ્યો ત્યારે તેને યાદ આવ્યું કે તેણે ટોલ ચૂકવવા માટે તેનું ફાસ્ટેગ રિચાર્જ કરવું પડશે.

તેણે Paytm Fastag એક્ઝિક્યુટિવ હોવાનો ઢોંગ કરીને છેતરપિંડી કરનાર સાથે તેનો વન-ટાઇમ પાસવર્ડ (OTP) શેર કર્યો હતો. છેતરપિંડી કરનારે તેને મદદ કરવાનું વચન આપીને પહેલા તેને વિશ્વાસમાં લીધો અને પાયસ પાસેથી OTP લીધો અને ત્યાર પછી છેતરપિંડી કરનારે તેના ખાતામાંથી 1 લાખ રૂપિયા ઉપાડી લીધા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp