SpiceJetના ટોયલેટમાં મુસાફર ફંસાયો, પછી પ્લેન થયું લેન્ડ, જાણો કેવી થઇ હાલત?
કમોડને બંધ કરીને તેની સીટ પર બેસી જાવ.. પ્લેન લેન્ડ કરવાનો છે. જરા વિચારો તમે ફ્લાઇટના ટોઈલેટમાં બંધ થઈ ગયા હોવ અને લેન્ડિંગના સમયે કમોડની સીટ પર પોતાને સંભળાવાનો પ્રયાસ કરી રહ્યા છો. તમે દરવાજો ખોલવાનો પ્રયાસ કરી રહ્યા છો, પરંતુ દરેક વખત નિષ્ફળ થઈ રહ્યા છો. આમ અમે આ સ્થિતિની કંપન કરીને જરા ગભરાઈ રહ્યા છીએ, પરંતુ એવું એક વ્યક્તિ સાથે હકીકતમાં થયું છે. અસલમાં તે મુંબઈથી બેંગ્લોર જતી સ્પાઇસજેટના ટોઈલેટમાં એક કલાક કરતા વધુ સમય સુધી ફસાઈ રહ્યો.
તે ટોયલેટ ગયો હતો અને અંદર જ ફસાઈ ગયો કેમ કે દરવાજો ખૂલ્યો જ નહીં. તેણે ક્રૂ મેમ્બર્સની મદદ માગી, પરંતુ તેઓ પણ દરવાજો ન ખોલી શક્યા. અંતે યાત્રીએ આખી યાત્રા ટોયલેટની અંદર જ કરવી પડી. એટલું જ નહીં ફ્લાઇટની લેન્ડિંગના સમયે પણ તે ટોયલેટની અંદર ક રહ્યો. તેણે ક્રૂ મેમ્બર્સને કહ્યું કે કમોડ બંધ કરીને તેની સીટ પર સંતુલન બનાવીને બેસી જાવ. જ્યારે ફ્લાઇટ લેન્ડ કરી ગઈ તો તેને બહાર કાઢવામાં આવ્યો.
મીડિયા રિપોર્ટ મુજબ, 16 જાન્યુઆરીએ મુંબઈથી બેંગ્લોર જનારી સ્પાઇસજેટની ફ્લાઇટમાં એક યાત્રી એક કલાક કરતા વધુ સમય સુધી ટોયલેટમાં જ ફસાઈ રહ્યો. હકીકતમાં દરવાજાનું લોક ખરાબ થઈ ગયું હતું. આખી યાત્રાના સામે અસુધી તે ટોયલેટમાં જ ફસાઈ રહ્યો. જો કે, ક્રૂ મેમ્બર તેની મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ફ્લાઇટ લેન્ડ થયા બાદ એક એન્જિનિયરને બોલાવવામાં આવ્યો, જેણે ટોયલેટનો દરવાજો ખોલ્યો. ત્યારબાદ યાત્રીને બહાર કાઢવામાં આવ્યો અને પછી તેને મેડિકલ હેલ્પ આપવામાં આવી.
આ સમાચાર બાબતે જાણીને લોકો હેરાની વ્યક્ત કરી રહ્યા છે. રિપોર્ટ મુજબ, ફ્લાઇટે જેવી જ ઉડાણ ભરી તે ટોયલેટ ગયો, પરંતુ જ્યારે તેણે દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો તો તે ન ખૂલ્યો. રિપોર્ટ મુજબ ક્રૂ મેમ્બર્સે એક નોટ લખીને દરવાજા નીચેથી યાત્રીને આપી, જેમાં લખ્યું હતું કે દરેક દરવાજો ખોલવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તમે ગભરાશો નહીં. આપણે થોડી જ વારમાં લેન્ડ કરવાના છીએ. તમે કમોડની સીટ પર બેસી જાવ અને પોતાને સુરક્ષિત કરી લો.
લેન્ડિંગ બાદ એન્જિનિયર આવીને દરવાજો ખોલી દેશે. ત્યારબાદ ફ્લાઇટ લેન્ડ થઈ તો દરવાજો ખોલવામાં આવ્યો. આ પ્રકારે યાત્રીને એક કલાક કરતા વધુ સમય પ્લેનના ટોયલેટમાં જ વિતાવવો પડ્યો. તો સ્પાઇસ જેટની SG-268 ફ્લાઇટમાં યાત્રીને થયેલી પરેશાની માટે એરલાઇન્સે તેની પાસે માફી માગી છે. ઘટના બાદ એરલાઇન્સે દાવો કર્યો કે આક યાત્રા દરમિયાન પેસેન્જરને મદદ અને ગાઈડેન્સ આપવામાં આવી. હવે સ્પાઇસજેટ તરફથી અસુવિધા ઝેલનારા આ યાત્રીને આખું રિફન્ડ આપવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp