દિલ્હીમાં નરાધમે 9 વર્ષની માનસિક રીતે અસ્થિર બાળકી સાથે આચર્યું દુષ્કર્મ

PC: cloudfront.net

સરકાર દ્વારા બળાત્કારીઓ માટે ફાંસીનો નિયમ બનાવવા છતા દેશમાં રેપની ઘટનાઓ બંધ થવાનું નામ લેતી નથી. રેપની રાજધાની મનાતા એવા દિલ્હીમાં ફરી એક વખત અમાનવીય ઘટના સામે આવી છે. આ ઘટના દિલ્હીના સ્વરૂપ નગરની છે, જેમાં 25 વર્ષના એક નરાધમે તેના પાડોશમાં રહેતી 9 વર્ષની માનસિક રીતે બીમારના બાળકી સાથે દુષ્કર્મ આચર્યું છે. આ બાળકી હાલ હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે લડાઈ લડી રહી છે, જ્યાં બીજી બાજુ પોલીસે આ આરોપી યુવકની ધરપકડ કરી લીધી છે.

સૂત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે બિહારનો નિવાસી આરોપી સોનુ છેલ્લા ચાર વર્ષથી સ્વરૂપ નગર વિસ્તારમાં કેટરિંગનો ધંધો કરતો હતો અને આ બાળકીના ઘરની બાજુમાં પહેલા માળ પર રહેતો હતો. બાળકીના પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું કે મંગળવારે રાત્રે 8 વાગ્યે બાળકી ગલીમાં બીજા બે બાળકો સાથે રમી રહી હતી, ત્યારે યુવકે તેને રૂમમાં લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને જો કોઈને કહેશે તો મારી નાખવાની ધમકી આપીને ફરાર થઈ ગયો હતો. અન્ય બાળકો પાસેથી જ્યારે બાળકીના માતા-પિતાએ પૂછપરછ કરી ત્યારે તેમને આ સમગ્ર ઘટના વિશે જાણ થઈ. તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી અને બાળકીને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી.   

પોલીસને આરોપી વિશેની તપાસમાં જાણવા મળ્યું કે તે પોતાના વિસ્તારમાં એક જગ્યા પર બેસીને દારૂ પી રહ્યો હતો. પોલીસે તેને ત્યાં જ ધરપકડ કરી અને તેણે તમામ આરોપો કબૂલી લીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp