વહુના પરિવારજનોને ફસાવવાનો આખો પ્લાન થયો ચોપટ, 32 રૂપિયાની ચિઠ્ઠીએ સસરાને..

PC: aajtak.in

ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં એક મહિલા ડૉક્ટર પાસે 20 લાખ રૂપિયાની ખંડણી માગવાના કેસમાં પોલીસે જે ખુલાસો કર્યો છે, તે હેરાન કરી દેનારા છે. વહુના પિતરાઇ ભાઈને ફસાવવા માટે આખું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. બડહલગંજ વિસ્તારની એક મહિલા ડૉક્ટરને મંગળવારે એક રજિસ્ટર્ડ ચિઠ્ઠી મળી, જેમાં તેણે ખંડણી તરીકે 20 લાખ રૂપિયા આપવાની માગ કરવામાં આવી હતી. ડૉક્ટરે તરત જ પોલીસમાં ફરિયાદ નોંધાવી, ત્યારબાદ ઘટનાની તપાસ શરૂ થઈ.

વરિષ્ઠ પોલીસ અધિક્ષક ગૌરવ ગ્રોવરે જણાવ્યું કે, ડૉ. રોલી પુરવારને એક ચિઠ્ઠી મળી હતી, જેમાં ગોરખપુરના ગોલા બજારના વોર્ડ નંબર-7ના રહેવાસી ખુર્શીદ અને નદીમ નામ હતા. તેમણે જણાવ્યું કે, ફરિયાદ બાદ પોલીસે મહિલા ડૉક્ટરની સુરક્ષામાં પોલીસકર્મીને તૈનાત કરી દીધા અને તપાસ શરૂ કરવામાં આવી. પોલીસે કહ્યું કે, તપાસ દરમિયાન પોસ્ટ ઓફિસની CTTV ફૂટેજને પણ જોવામાં આવ્યા, જેમાં ચિઠ્ઠી આપનાર વ્યક્તિની ઓળખ ગોરખપુર જિલ્લાના બેવારીમાં રહેનારા કેશરીના રૂપમાં થઈ.

ત્યારબાદ કેશરીને કસ્ટડીમાં લેવામાં આવ્યો અને પૂછપરછ કરવામાં આવી. પૂછપરછ દરમિયાન કેશરીએ ખુલાસો કર્યો કે એક અજાણ્યા વ્યક્તિ દ્વારા, તેને ચિઠ્ઠી પોસ્ટ કરવા માટે 22 રૂપિયા આપવામાં આવ્યા હતા. સાથે જ ચા માટે 10 રૂપિયા એક્સ્ટ્રા આપવામાં આવ્યા હતા. કેશરી દ્વારા બતાવવામાં આવેલા ચહેરા અને CCTV ફૂટેજના આધાર પર અજાણ્યા વ્યક્તિની ઓળખ મઉ જિલ્લાના ઘોસી પોલીસ સ્ટેશનમાં રહેનારા મોહમ્મદ શાહિદ અખ્તરના રૂપમાં કરવામાં આવી છે. જ્યારે શાહિદની પૂછપરછ કરવામાં આવી તો તેણે પોલીસને જણાવ્યું કે, તેણે પોતાના સંબંધી ખુર્શીદ અને નદીમને ફસાવવા માટે તેમના નામનો ઉપયોગ કર્યો હતો.

તેણે કહ્યું કે, તેના દીકરા તારિકે વર્ષ 2014માં એક મહિલા સાથે લગ્ન કર્યા હતા, જેણે થોડા સમય બાદ કરિયાવર ઉત્પીડન માટે આખા પરિવાર વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ કોર્ટે છૂટાછેડાનો આદેશ આપી દીધો. પોલીસે જણાવ્યું કે, જલદી જ તેમના દીકરાએ શબનમ નામની બીજી મહિલા સાથે લગ્ન કરી લીધા. શાહીદે જણાવ્યું કે, શબનમની કાકી શબ્બો અને ભત્રીજા ખુર્શીદ અને નદીમ તેને પોતાની સાથે રહેવા માટે ઉશ્કેરતા રહ્યા. શાહિદે જણાવ્યું કે, ત્યારબાદ તેણે શાહિદ અને ખુર્શીદને ફસાવવાની યોજના બનાવી.

શાહીદે કહ્યું કે તેણે વીજ પોલ પર લાગેલી જાહેરાતમાં ડૉ. રોલીનું નામ અને નંબર શોધ્યો અને તેને ફસાવવા માટે ખુર્શીદ અને નદીમના નામથી એક ધમકી ભરેલી ચિઠ્ઠી કેશરી પાસે પોસ્ટ કરાવી. પોલીસ કહ્યું કે, આરોપી શાહિદે એક વૃદ્ધ વ્યક્તિ કેશરીને પત્ર મોકલવા માટે 22 રૂપિયા આપવાની વાત કબૂલી છે. પોલીસે જણાવ્યું કે, શાહિદ ફૂટેજમાં એક્ટિવા સ્કૂટર સાથે જોવા મળ્યો હતો, જેને જપ્ત કરી લેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp