મનીષ સિસોદિયાએ લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરવા જામીન માગ્યા

PC: khabarchhe.com

દિલ્હી લીકર પોલિસી કેસમાં કોર્ટે મનીષ સિસોદિયાને ફરી ઝટકો આપતા તેમની કસ્ટડી 24 એપ્રિલ સુધી વધારી દીધી છે, ત્યારે મનીષ સિસોદિયાએ ચૂંટણી પ્રચાર કરવા માટે જામીન માગ્યા છે. શુક્રવારના રોજ દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ રાઉઝ એવન્યૂ કોર્ટમાં જામીન અરજી કરી છે, જેમાં તેમણે લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે જામીન માગ્યા છે. આ અરજી પર બે વાગ્યે સુનાવણી થશે.

મનીષ સિસોદિયાએ કોર્ટમાં લોકસભા ચૂંટણીના પ્રચાર માટે જામીન માટે ED અને CBI બંને કેસમાં અરજી દાખલ કરી છે. મનીષ સિસોદિયાની જામીન અરજી પર બુધવારના રોજ રાઉઝ એવન્યૂ કોર્ટમાં સુનાવણી થઈ હતી. આ દરમિયાન EDએ જામીન અરજીનો વિરોધ કરતા કહ્યું હતું કે, અમારી પાસે પુરાવા છે કે મનીષ સિસોદિયાએ એક્સપર્ટના રિપોર્ટને ગેરમાર્ગે દોરવા માટે ઈમેલ પ્લાન્ટ કર્યો હતો. કોર્ટ બંને પક્ષની દલિલ સાંભળ્યા બાદ આગળની કાર્યવાહી માટે 15 એપ્રિલની તારીખ નક્કી કરી છે, જ્યારે કોર્ટે બંને પક્ષને સાંભળશે.

ઉલ્લેખનીય છે કે 22 માર્ચ 2021 ના રોજ મનીષ સિસોદિયાએ નવી લીકર પોલિસીની જાહેરાત કરી હતી. 17 નવેમ્બર 2021એ નવી દારૂ નીતિ એટલે કે આબકારી નીતિ 2021-22 લાગુ કરવામાં આવી હતી. દારૂની નવી નીતિ અમલમાં આવ્યા બાદ સરકાર દારૂના ધંધામાંથી બહાર આવી ગઈ હતી અને દારૂની દુકાનો ખાનગી હાથોમાં ચાલી ગઈ હતી. નવી નીતિ લાવવા પાછળ સરકારનો તર્ક હતો કે તેનાથી માફિયા શાસનનો અંત આવશે અને સરકારની આવકમાં વધારો થશે. જો કે નવી નીતિ શરૂઆતથી જ વિવાદમાં હતી. વિવાદ ત્યારે વધ્યો જ્યારે 28 જુલાઈ, 2022 ના રોજ સરકારે તેની દારૂ નીતિ રદ કરી અને ફરીથી જૂની નીતિ લાગુ કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp