મનીષ સિસોદિયાની મુશ્કેલીઓ વધી, CBIએ વધુ એક કેસ નાખી દીધો

PC: twitter.com

આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની મુશ્કેલીઓ દિવસેને દિવસે વધી રહી છે. સીબીઆઈએ ફીડબેક યુનિટ (FBU) કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સલાહકાર ગોપાલ મોહન અને સિસોદિયા વિરુદ્ધ FIR નોંધી છે. FIR મુજબ, FBU કેસમાં સિસોદિયા સહિત 6 લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ તમામ સામે IPC 120B, 403,468,471,477 અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆરમાં નવી દિલ્હીના તત્કાલીન તકેદારી સચિવ સુકેશ કુમાર જૈન, નિવૃત્ત સીઆઈએસએફ ડીઆઈજી અને ફીડબેક યુનિટના જોઈન્ટ ડાયરેક્ટર અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના વિશેષ સલાહકાર સુકેશ કુમાર જૈન, નિવૃત્ત જોઈન્ટ ડેપ્યુટી ડાયરેક્ટર પ્રદીપ કુમાર પુંજ (ડેપ્યુટી ડાયરેક્ટર FBU), CISF નિવૃત્ત આસિસ્ટન્ટ કમાન્ડન્ટ સતીશ ખેત્રપાલ (ફીડબેક ઓફિસર), ગોપાલ મોહન (દિલ્હીના મુખ્યમંત્રીના સલાહકાર) અને અન્યના નામ છે. આવી સ્થિતિમાં સમગ્ર ફીડબેક યુનિટ જ સ્કેનર હેઠળ આવી ગયું છે.

તમને જણાવી દઈએ કે ભારત સરકારના ગૃહ મંત્રાલયે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા વિરુદ્ધ ભ્રષ્ટાચારનો કેસ નોંધીને તપાસને મંજૂરી આપી હતી. દિલ્હી સરકારના ફીડબેક યુનિટ (FBU)ની રચનામાં થયેલા ભ્રષ્ટાચાર અને તેમાં કરાયેલી ગેરકાયદેસર નિમણૂકોને લઈને આ મંજૂરી આપવામાં આવી છે. આ કેસમાં સીબીઆઈએ નવેમ્બર 2016માં એફઆઈઆર નોંધીને તેની તપાસ શરૂ કરી હતી અને જાણવા મળ્યું હતું કે આ યુનિટની રચનામાં ભ્રષ્ટાચાર થયો છે અને નિયમોને અવગણીને તેની રચના કરવામાં આવી છે. આ તપાસ દિલ્હી સરકારના તત્કાલીન ડેપ્યુટી સેક્રેટરી વિજિલન્સ એસ. મીનાની ફરિયાદ પર સીબીઆઈએ કરી હતી.

ફેબ્રુઆરી 2016માં દિલ્હી સરકારે તેના હેઠળ કામ કરતા કર્મચારીઓના ભ્રષ્ટાચાર અને કામગીરી પર નજર રાખવા માટે ફીડ બેક યુનિટની રચના કરી હતી. 29 સપ્ટેમ્બર 2015ના રોજ યોજાયેલી દિલ્હી સરકારની કેબિનેટ બેઠકમાં FBUની રચનાને મંજૂરી આપવામાં આવી હતી. જે બાદ તત્કાલિન વિજિલન્સ સેક્રેટરીએ 28 ઓક્ટોબર 2015ના રોજ દિલ્હીના મુખ્યમંત્રી સમક્ષ FBUની રચનાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને મંજૂર કરવામાં આવ્યો હતો. આ યુનિટમાં શરૂઆતમાં 20 ભરતી થવાની હતી, જેના માટે દિલ્હી સરકારના ઉદ્યોગ વિભાગની 22 જગ્યાઓ નાબૂદ કરવાની હતી, પરંતુ બાદમાં દિલ્હી સરકારના એન્ટી કરપ્શન બ્યુરોની 88 જગ્યાઓમાંથી FBUમાં 20 ભરતી કરવાની વાત થઈ, કારણ કે એસીબી પણ તકેદારી વિભાગ હેઠળ કામ કરે છે. જોકે એસીબીમાં જે 88 જગ્યાઓ ભરવાની વાત કરવામાં આવી રહી હતી તે માત્ર એક દરખાસ્ત હતી, જેના માટે લેફ્ટનન્ટ ગવર્નરની મંજૂરી લેવામાં આવી ન હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp