આ તારીખથી ફરી થશે આમરણ અનશન..’, મરાઠા અનામતને લઈને શું બોલ્યા મનોજ જરાંગે

PC: indianexpress.com

મરાઠા સમુદાય માટે અનામતની માગ કરનારા કાર્યકર્તા મનોજ જરાંગે પાટિલે કહ્યું કે, મહારાષ્ટ્ર સરકાર પાસે માગ પૂરી કરવા માટે માત્ર 2 દિવસ બચ્યા છે. રાજ્યના મરાઠાવાડામાં રેલીને સંબોધિત કરતા મનોજ જરાંગેએ જનતાને સાવધાની રાખવા કહ્યું. સાથે જ કહ્યું કે, મરાઠા સમુદાય માટે અનામત સુરક્ષિત કરવા માટેનો સમય ઉપયુક્ત છે. મરાઠા અનામત માટે આંદોલન કરનારા મનોજ જરાંગેએ કહ્યું કે, જો સરકારે અનામત ન આપ્યું તો સુપડા સાફ કરી દેશે.

સરકારને ચેતવણી આપતા કહ્યું કે, 20 જાન્યુઆરી સુધી મરાઠા સમાજને અનામત ન મળ્યું તો અંતરવાલી સરાટીથી મુંબઈ માટે પગપાળા રવાના થશે અને મુંબઈના આઝાદ મેદાનમાં પહોંચીને ભૂખ હડતાળ શરૂ કરશે. મનોજ જરાંગેનું કહેવું છે કે મુંબઈ ગયા બાદ જ્યાં સુધી સરકાર મરાઠાઓને અનામત નહીં આપે, ત્યાં સુધી તેમની ભૂખ હડતાળ ચાલુ રહેશે. તેમણે મહિલાઓને પણ આહ્વાન કર્યું કે તેઓ પણ મહારાષ્ટ્રભરના ધારાસભ્યો, સાંસદ અને મંત્રીઓના ઘર બહાર આંદોલન કરે.

મનોજે મરાઠા સમાજના યુવકોને અપીલ કરી કે તેઓ 20 જાન્યુઆરીના રોજ મુંબઈ માટે રવાના થશે, પરંતુ આ આખું આંદોલન શાંતિથી કરવામાં આવશે. તેમણે કહ્યું કે, મરાઠા સમાજના વિદ્યાર્થીઓને અનામત ન હોવાના કારણે મોટા પ્રમાણમાં નોકરી અને શિક્ષણમાં નુકસાન થઈ રહ્યું છે જેના કારણે રાજ્યમાં ઘણા બધા યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે અને સરકાર આ આત્મહત્યાઓને ગંભીરતાથી લઈ રહી નથી. એટલે જ્યાં સુધી મરાઠા સમાજને અનામત નહીં મળે, ત્યાં સુધી પાછળ નહીં હટીએ.

મનોજ જરાંગેએ કહ્યું કે, 80 ટકા લડાઈ જીતી લેવામાં આવી છે, અમારી લડાઈ પોતાના અંતિમ ચરણમાં છે. તેમણે મરાઠા સમુદાય માટે અનામતની માગને લઈને આ વર્ષમાં બે વખત અનિશ્ચિતકાલીન ભૂખ હડતાળ કરી હતી. તેમણે કહ્યું કે, સરકારને પહેલા આ મુદ્દાના સમાધાન માટે 40 દિવસનો સમય આપ્યો હતો, પરંતુ કંઇ થયું નહીં. પછી સરકારને આ મુદ્દાના સમાધાન માટે 24 ડિસેમ્બર સુધીનો સમય આપ્યો. જો સરકાર 24 ડિસેમ્બર સુધી આ મુદ્દાના સમાધાનમાં નિષ્ફળ રહી તો મરાઠા સમુદાય મુંબઈ તરફ માર્ચ કરશે.

ઉલ્લેખનીય છે કે જે પણ સમુદાય અન્ય પછાત વર્ગ (OBC) શ્રેણીમાં અનામત ઈચ્છે છે તેણે સામાજિક રૂપે પછાત હોવું જોઈએ. જરાંગેએ કહ્યું કે, મરાઠા સમુદાયે એવા બધા માપદંડો પૂરા કર્યા છે, પરંતુ અત્યાર સુધી અનામત મળ્યું નથી. તેમણે આરોપ લગાવ્યો કે જે લોકો માપદંડ પૂરા કરતા નથી, તેમને અનામત મળી ગયું છે. મરાઠા અનામત મામલે મહારાષ્ટ્ર સરકારની ક્યૂરેટિવ અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે વિચાર થશે. 4 જજોની બેન્ચને 6 ડિસેમ્બરના રોજ ચેમ્બરમાં વિચાર કરવાનો હતો. અરજીની કોપી સર્ક્યૂલેટ કરી દેવામાં આવી હતી.

મુખ્ય ન્યાયાધીશ ડી.વાઇ. ચંદ્રચૂડ, જસ્ટિસ કિશન કૌલ, જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ બી.આર. ગવઈની પીઠે હવે આ કેસમાં 24 જાન્યુઆરીએ વિચાર કરવાનો નિર્ણય લીધો છે. જો કે, જસ્ટિસ સંજય કિશન કૌલ 25 ડિસેમ્બરે સેવાનિવૃત્ત થઈ રહ્યા છે. સંભવ છે કે CJI તેમની જગ્યાએ કોઈ અન્ય જજને પીઠમાં સામેલ કરે. 6 ડિસેમ્બર 2023ના રોજ અરજી પર વિચાર કરવાની નવી તારીખ નક્કી કરવામાં આવી હતી. તેની જાહેરાત હવે કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp