મરાઠા અનામતને લઈને મોટો નિર્ણય, CM શિંદેએ માની લીધી પાટીલની મુખ્ય માગ

PC: mpcnews.in

મહારાષ્ટ્ર સરકારે મરાઠા અનામતને લઈને મોટો નિર્ણય લીધો છે. સરકારે મનોજ જરાંગે પાટીલની માંગ માની લીધી છે. નજીકના સંબંધીનું કૌટુંબિક સર્ટિફિકેટમાં નામ જોડવાના સંબંધમાં આજે જ અધ્યાદેશ જાહેર કરવામાં આવશે જરાંગે પાટીલની મુખ્ય માગ હતી કે, જેમની પાસે કૌટુંબિક પ્રમાણપત્ર છે તેમના જીવનસાથીઓને પણ કૌટુંબિક પ્રમાણપત્ર આપવામાં આવે. મુખ્યમંત્રી આવાસ પર બોલાવવામાં આવેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટસ મુજબ, મનોજ જરાંગે પાટીલને મુંબઈથી બહાર રોકવા માટે સરકારે આ નિર્ણય લીધો છે.

કહેવામાં આવી રહ્યું છે કે અધ્યાદેશનો ડ્રાફ્ટ તૈયાર કરી લેવામાં આવ્યો છે અને તેની એક કોપી જલદી જ મનોજ જરાંગે પાટીલને ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે. મરાઠા અનામતના નેતા મનોજ જરાંગે પાટીલે શુક્રવારે કહ્યું કે, જ્યાં સુધી સમુદાયને સરકારી નોકરીઓ અને શિક્ષણમાં અનામત મળી જતું નથી, ત્યાં સુધી તેઓ પોતાનું આંદોલન વચ્ચે સમાપ્ત નહીં કરે, જ્યારે મહારાષ્ટ્રના મંત્રી દીપક કેસરકરે દાવો કર્યો કે, કાર્યકર્તાની માગો સ્વીકારી લેવામાં આવી છે. મનોજ જરાંગે પાટીલ એક સરકારી પ્રતિનિધિમંડળ સાથે બેઠક બાદ પાડોશી નવી મુંબઈના વાશી વિસ્તરમાં શિવાજી ચોક પર પ્રદર્શનકારીઓને સંબોધિત કરી રહ્યા હતા.

કાર્યકાર્તાએ કહ્યું કે, પ્રતિનિધિ મંડળે તેમને કેટલાક દસ્તાવેજ આપ્યા છે, જેના પર તેઓ પોતાના સમર્થકો સાથે ચર્ચા કરીને પોતાના ભવિષ્યની રણનીતિની જાહેરાત કરશે. જ્યાં સુધી અનામત મળી જતું નથી, ત્યાં સુધી અમે આંદોલનથી પાછળ હટવાના નથી. સરકાર મનોજ જરાંગે પાટીલને મુંબઈ ન જવા માટે રાજી કરવાનો પ્રયાસ કરી રહી છે. રાજ્યના શિક્ષણ મંત્રી દીપક કેસરકરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, મનોજ જરાંગે પાટીલની માગો માની લેવામાં આવી છે અને તેમને સરાકરી પ્રક્રિયા મુજબ પૂરી કરવામાં આવશે.

તેમણે કહ્યું કે, અત્યાર સુધી 37 લાખ કૌટુંબિક પ્રમાણપત્ર આપવામાં આવી ચૂક્યા છે અને એ સંખ્યા 50 લાખ સુધી જશે. આ અગાઉ મનોજ જરાંગે પાટીલ હજારો સમર્થકો સાથે શુક્રવારે નવી મુંબઈ પહોંચ્યા હતા. મનોજ જરાંગે પાટીલ અને મરાઠા અનામતની માગ કરનારા અન્ય કાર્યકર્તા સવારે લગભગ 5:00 વાગ્યે બાઇક, કાર, જીપ, ટેમ્પો અને ટ્રકથી મુંબઈના બાહ્ય વિસ્તારમાં કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ (APMC) પહોંચ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp