હાથરસ ઘટના બાદ પહેલી વાર સામે આવ્યો સૂરજપાલ, કહ્યું- વિશ્વાસ છે કે...

PC: twitter.com

હાથરસમાં 121 લોકોના નિધન બાદ ભાગી ગયેલો સૂરજ પાલ ઉર્ફ ભોલે બાબા ઉર્ફ નારાયણ સાકાર વિશ્વ હરી પહેલીવાર મીડિયાની સામે આવ્યો છે. તેણે કહ્યું હતું કે, હું 2 જુલાઈની ઘટના બાદ ખૂબ વ્યથિત છું. પ્રભુ આપણને દુખની સ્થિતિમાંથી નીકળવાની શક્તિ આપે. બધા શાસન પ્રશાસન પર વિશ્વાસ જાળવી રાખે, મને વિશ્વાસ છે કે જે પણ ઉપદ્રવકારી હતા તેને છોડવામાં નહીં આવે. મેં કમિટીને પ્રાર્થના કરી છે કે, મૃતકોના પરિજનો અને ઈજાગ્રસ્ત લોકોને તન, મન અને ધનથી મદદ કરે. તમામ લોકો મહામનનો સહારો ન છોડે,વર્તમાન સમયમાં એ જ માધ્યમ છે. તમામને સદમતિ અને સદબુદ્ધિ પ્રાપ્ત થવાની ઈચ્છા છે. નારાયણ સાકાર હરિની સંપૂર્ણ બ્રહ્માંડમાં સદા સદા માટે જય જયકાર.

અંધવિશ્વાસે લીધો 116 લોકોનો જીવ, ખાસ પાણી પીવા...

હાથરસ જિલ્લામાં ભોલે બાબા એટલે કે નારાયણ સાકાર હરિના સત્સંગ દરમિયાન થયેલા અકસ્માતમાં અત્યાર સુધી 121 લોકોના મોત થવાના સમાચાર છે. સત્સંગનું આયોજન માનવ મંગલ મિલન સદ્ભાવના સમાગમ સમિતિ દ્વારા સ્વયંભૂ નારાયણ સાકાર હરિ, જેમને સાકાર વિશ્વ હરિ કે ભોલે બાબાના નામથી પણ ઓળખવામાં આવે છે. પ્રત્યક્ષદર્શીઓ મુજબ, અફરાતફરીમાં શ્રદ્ધાળુઓના શ્વાસ રૂંધાવાથી મોત થયા અને શબ એક બીજા ઉપર ઢગ થઈ ગયા. અકસ્માતમાં ઇજાગ્રસ્તોને જિલ્લાના સિકંદરા રાવ ટ્રોમા સેન્ટર અને એટાની સરકારી હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા.

ઘટનાસ્થળના વીડિયોમાં લોકોને મૃતકો કે બેહોશ પીડિતોને એમ્બ્યુલન્સ, ટ્રકો અને કારોમાં સિકંદરા રાવ ટ્રોમા સેન્ટર લઈ જવાતા નજરે પડી રહ્યું છે. અકસ્માતના રૂવાડા ઊભા કરી દેનારા દૃશ્ય સામે આવ્યા છે. અકસ્માતમાં મૃતકોના પરિવારજનો અને સંબંધીઓની ચીસાચીસ મચી ગઈ. આ અકસ્માતમાં મોટો ખુલાસો થયો છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે ભોલે બાબાના સત્સંગમાં જે પણ ભક્ત આવે છે તેમને પાણી વહેચવામાં આવે છે. બાબાના અનુયાયી એવું માને છે કે આ પાણી પીવાથી તેમની સમસ્યાઓ દૂર થઈ જાય છે.

બાબાનો પટિયાલી તાલુકાના બહાદુર નગર ગામમાં સ્થિત આશ્રમમાં પણ દરબાર લાગે છે. અહી આશ્રમ બહાર એક હેન્ડપંપ પણ છે. દરબાર દરમિયાન આ હેન્ડપંનું પાણી પીવા માટે પણ લાંબી લાઇન લાગે છે કહેવામાં આવી રહ્યું છે કે આ પાણીને પીવા માટે લાંબી લાઇન લાગી હતી અને આ દરમિયાન અફરાતફરી મચી ગઈ. કાસગંજ જનપદના પટિયાલી તાલુકાથી 4 કિમી દૂર ગામ બહાદુર નગરના ભોલે બાબાના ભક્તોનું આશ્રમ પર આવવાનું હોય છે. હાથરસ જિલ્લાના મુઘલગઢી ગામમાં મંગળવારે ભોલે બાબા સત્સંગ કરી રહ્યા હતા. એક દિવસના સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સત્સંગમાં 50 હજારથી વધુ લોકો પહોંચ્યા હતા. પંડાલમાં ભયાનક ભેજ અને ગરમી હોવાના કારણે અરફતફરી જેવી સ્થિતિ બની ગઈ અને લોકોના જીવ જતા રહ્યો. ઘટનાના પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે મૃતકોની સંખ્યા વધારે છે. ઇજાગ્રસ્ત પણ ઘણા છે, જેમાંથી કેટલાક ગંભીર ઇજાગ્રસ્ત લોકોને આસપાસના જિલ્લાઓમાં મોકલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે સરકારી હૉસ્પિટલમાં એક બાદ એક શબ પહોંચી રહ્યા છે અને શબોની લાઇન લાગી ગઈ છે. મૃતકોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. અકસ્માત પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ધ્યાન આપ્યું છે. મુખ્યમંત્રીએ આખી ઘટનાનો રિપોર્ટ માગ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp