મેકડોનાલ્ડ્સના બર્ગરમાંથી ગાયબ થયા ટામેટાં, આ કારણે લીધો નિર્ણય

PC: twitter.com

દિલ્હી, કોલકાતા અને ઉત્તર પ્રદેશના શહેરોમાં ટામેટાંની કિંમતો 130-155 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. ઉત્તરાખંડમાં તો ટામેટાં 200 રૂપિયાથી 250 રૂપિયા પ્રતિ કિલોગ્રામ મળી રહ્યા છે. મોંઘવારીથી હેરાન હવે લોકો ટામેટાં ખરીદવાનું ટાળી રહ્યા છે. લોકોની થાળીમાંથી ટામેટાં અચાનક ગાયબ થઈ ગયા છે. ટામેટાંની વધતી કિંમતોની અસર માત્ર સામાન્ય માણસો પર જ નહીં પરંતુ, રેસ્ટોરન્ટ્સ પર પણ પડી રહી છે.

ઉપભોક્તાઓને હાલ મોંઘા ટામેટાંથી રાહત મળતી નથી દેખાઈ રહી. દેશભરમાં ટામેટાંની કિંમતો આસમાન પર છે. મોટાભાગના મહાનગરોમાં ટામેટાં 150થી 160 રૂપિયા અથવા તેના કરતા પણ વધુ કિંમતે વેચાઈ રહ્યા છે. દિલ્હી, કોલકાતા અને ઉત્તર પ્રદેશના શહેરોમાં ટામેટાંની કિંમતો 130-155 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી ગઈ છે. ઉત્તરાખંડમાં ટામેટા 200 રૂપિયાથી 250 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે.

દરમિયાન બર્ગરના જાણીતા આઉટલેટ મેકડોનલ્ડ્સે ભારતમાં ઘણા સ્ટોર્સમાં હાલ ટામેટાંને પોતાને મેન્યૂમાંથી હટાવી દીધા છે. ઘણા યુઝર્સે સોશિયલ મીડિયા પર દાવો કર્યો છે કે, મેકડોનાલ્ડ્સે બર્ગરમાંથી ટામેટાંને હટાવી દીધા છે. ભારતમાં મેકડોનાલ્ડ્સ સ્ટોર્સમાં હવે તમને બર્ગર સહિત અન્ય વસ્તુઓમાં ટામેટાં નહીં મળશે. જોકે, આઉટલેટ્સે તેને ટામેટાંની હાલની કિંમતોમાં વૃદ્ધિ માટે જવાબદાર નથી ગણાવ્યા.

મેકડોનાલ્ડ્સ ઇન્ડિયા (નોર્થ એન્ડ ઈસ્ટ)ના પ્રવક્તાએ સ્પષ્ટ કર્યું છે કે, તેના મેન્યૂમાંથી ટામેટાંને હટાવવાનો નિર્ણય ભોજનની ગુણવત્તા અને સુરક્ષાના ઉચ્ચતમ માનકોને જાળવી રાખવા માટે લેવામાં આવ્યા હતા. તેમણે પોતાના ગ્રાહકોને આશ્વાસન આપ્યું કે, આ એક સ્થાનિક મુદ્દો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, તે વહેલામાં વહેલી તકે પોતાના મેન્યૂમાં ટામેટાંને ફરીથી સામેલ કરવા માટે સક્રિયરૂપથી તમામ સંભવિત સમાધાન શોધી રહ્યા છે.

પ્રવક્તાએ કહ્યું કે, સિઝનલ ઇશ્યૂના કારણે કેટલાક સમય માટે કરવામાં આવ્યું છે. બધા પ્રયત્નો બાદ પણ અમને સારી ક્વોલિટીના ટામેટાં નથી મળી રહ્યા. ટામેટાંની કિંમતોમાં ભારે ઉછાળા સાથે દિલ્હીમાં મેકડોનાલ્ડ્સે એક નોટિસ જાહેર કરી કહ્યું છે કે, ગુણવત્તાના મુદ્દાઓને કારણે તે પોતાની પ્રોડક્ટ્સને ટામેટાંની સાથે પીરસવામાં સક્ષમ નહીં હશે. ફ્રેન્ચાઈઝીએ કહ્યું કે, અમે તેનું સમાધાન શોધી રહ્યા છીએ અને ટૂંક સમયમાં જ તેને અમે અમારી આઇટમ્સમાં સામેલ કરીશું.

દેશના ઘણા હિસ્સાઓમાં વરસાદના કારણે આપૂર્તિ પ્રભાવિત થવાના કારણે ટામેટાંની છૂટક કિંમતો 162 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. ઉપભોક્તા મામલાના મંત્રાલયના આંકડા અનુસાર, મહાનગરોમાં ગુરુવારે ટામેટાંની છૂટક કિંમતો કોલકાતામાં સૌથી વધુ 152 રૂપિયા પ્રતિ કિલો રહી. ત્યારબાદ દિલ્હીમાં 120 રૂપિયા પ્રતિ કિલો, ચેન્નાઈમાં 117 રૂપિયા પ્રતિ કિલો અને મુંબઈમાં 108 રૂપિયા પ્રતિ કિલો રહી. આંકડાઓ પરથી જાણકારી મળી છે કે, ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં તેની સૌથી વધુ કિંમતો 162 રૂપિયા પ્રતિ કિલો રહી. જ્યારે, રાજસ્થાનના ચુરુમાં ન્યૂનતમ દર 31 રૂપિયા પ્રતિ કિલો હતા.

દેશના અન્ય પ્રમુખ શહેરોમાં ટામેટાંની કિંમતો ઊંચી રહી. ગુરુવારે ગુરુગ્રામમાં ટામેટાંની છૂટક કિંમત 140 રૂપિયા પ્રતિ કિલો, બેંગલુરુમાં 110 રૂપિયા પ્રતિ કિલો, વારાણસીમાં 107 રૂપિયા પ્રતિ કિલો, હૈદરાબાદમાં 98 રૂપિયા પ્રતિ કિલો અને ભોપાલમાં 90 રૂપિયા પ્રતિ કિલો હતી. સામાન્યરીતે જુલાઈ-ઓગસ્ટ દરમિયાન ટામેટાંની કિંમતો વધી ગઈ છે. તેનું કારણ ચોમાસાના કારણે ખરાબ થનારી વસ્તુઓની કાપણી અને પરિવહન પ્રભાવિત થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp