કેજરીવાલની ધરપકડ પર જર્મનીએ સવાલ ઉઠાવ્યો, નારાજ ભારતે આપી દીધો આ મેસેજ!

PC: livemint.com

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ પર જર્મન વિદેશ મંત્રાલય તરફથી કરવામાં આવેલી ટિપ્પણી પર ભારતે સખત આપત્તિ દર્શાવી છે. ભારતના આંતરિક મામલાઓમાં ટિપ્પણીઓનો સંદર્ભ આપતા કેન્દ્ર સરકારે શનિવારે જર્મન દૂતાવાસના ઉપપ્રમુખ જોર્જ એનજવીલરને સમન્સ પાઠવ્યા હતા. ત્યારબાદ જોર્જ એનજલીવરે શનિવારે વિદેશ મંત્રાલયના અધિકારીઓ સાથે મુલાકાત કરી. વિદેશ મંત્રાલયે ભારતના આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ કરવા પર જર્મન રાજદૂત જોર્જ એનજવીલર સમક્ષ સખત આપત્તિ દર્શાવી છે.

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસ્વાલે નિવેદન આપતા કહ્યું કે, 'આજે નહીં દિલ્હીમાં જર્મન મિશનના ઉપપ્રમુકને બોલાવીને આપણાં આંતરિક મામલાઓ પર તેમના વિદેશ મંત્રાલય તરફથી કરવામાં આવેલી ટિપ્પણીઓ પર ભારતના સખત વિરોધથી અવગત કરાવ્યા છે. અમે એવી ટિપ્પણીઓને આપણી ન્યાયિક પ્રક્રિયામાં હસ્તક્ષેપ અને ન્યાયપાલિકની સ્વતંત્રતાને નબળી કરવાના રૂપમાં જોઈએ છીએ. ભારત કાયદાના શાસનવાળું એક જીવંત અને મજબૂત લોકતંત્ર છે.

જે પ્રકારે ભારત અને અન્ય લોકતાંત્રિક દેશોમાં કાયદો પોતાનું કામ કરે છે આ કેસમાં પણ કાયદો પોતાનું કામ કરશે. આ મામલે પક્ષપાતપૂર્ણ ધારાઓ બનાવવી અનુચિત છે. EDએ ગુરુવારે મોડી રાત્રે દિલ્હી આબકારીનીતિ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી લીધી હતી. કેજરીવાલની ધરપકડ પર જર્મનીના વિદેશ મંત્રાલયે ટિપ્પણી કરતા કહ્યું હતું કે, અમે તેને નોટ કર્યું છે. ભારત એક લોકતાંત્રિક દેશ છે. અમને આશા છે કે ન્યાયપાલિકાની સ્વતંત્રતા અને પાયાના લોકતાંત્રિક સિદ્ધાંતો સાથે સંબંધિત બધા માનાંકોને આ મામલે પણ લાગૂ કરવામાં આવશે. કેજરીવાલને નિષ્પક્ષ સુનાવણીનો અધિકાર છે.

જર્મન વિદેશ મંત્રાલયે આગળ કહ્યું હતું કે, આરોપોનો સામનો કરી રહેલા કોઈ પણ અન્ય વ્યક્તિની જેમ કેજરીવાલ પણ નિષ્પક્ષ ટ્રાયલના હકદાર છે. તેમને પણ કોઈ પ્રતિબંધ વિના બધા કાયદાકીય રસ્તા પસંદ કરવાનો અધિકાર છે. જર્મન વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ એમ પણ કહ્યું હતું કે નિર્દોષ હોવાનું અનુમાન કાયદાના શાસનનું એક મુખ્ય તત્વ છે અને તેઓ આ કેસમાં પણ લાગૂ થવું જોઈએ.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાઉજ એવેન્યૂ કોર્ટે 28 માર્ચ સુધી EDના રિમાન્ડ પર મોકલ્યા છે. EDની રિમાન્ડ પર મોકલી દીધા છે. EDએ કેજરીવાલને કોર્ટમાં રજૂ કરીને 10 દિવસના રિમાન્ડ માગ્યા હતા, પરંતુ કોર્ટે તપાસ એજન્સીને 6 દિવસના રિમાન્ડ આપ્યા છે. હવે તેમને 28 માર્ચે 28 માર્ચે બપોરે 2:00 વાગ્યે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. કોર્ટ તરફથી 6 દિવસની ED રિમાન્ડ મળ્યા બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, હું રાજીનામું નહીં આપું. હું સ્વસ્થ છું અને જેલથી જ સરકાર ચલાવીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp