મેહુલ ચોકસીને થઈ શકે છે આજીવન કેદની સજા

PC: india.com

CBIએ મુંબઈની કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે પંજાબ નેશનલ બેંકના કૌભાંડના કેસમાં હીરાના વેપારી મેહુલ ચોકસીની કંપનીઓ સંબંધિત કેસમાં તેમના પર અવિશ્વાસનો આરોપ મૂકવામાં આવ્યો છે. ભારતીય દંડ સંહિતાની ધારા 409 અંતર્ગત આ કેસમાં આજીવન કારાવાસની સજા થઈ શકે છે. શોધખોળ એજન્સીઓએ મેહુલ ચોકસીની કંપનીઓને ગેરંટી પત્ર આપવાની ઘટનામાં PNBના સિનિયર મેનેજર ગોકુલનાથ શેટ્ટીની પણ ધરપકડ કરી છે.

CBI એ કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે આઇનસ્ટાઈને જે કામ કર્યું છે, તે પ્રથમ તો IPCની ધારા 409 અંતર્ગત દંડનીય છે. તેના બીજા ગુનાઓ વિશે FRIમા પહેલા જ જણાવવામાં આવ્યું છે. આની પહેલા પણ શોધખોળ એજન્સીએ છેંતરપિંડી અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઘણા ગુનાઓ દાખલ કર્યા છે.

નીરવ મોદી અને મેહૂલ ચોકસી પર PNBમા 12,700 કરોડના કૌભાંડનો આરોપ છે. આ કેસની CBI, ED અને SFE શોઘખોળ કરી રહી છે. હાલમાં જ રિઝર્વ બેંકે પણ લેટર ઓફ અન્ડર ટેકીંગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. તેના દ્વારા જ નીરવ મોદીએ આ PNB કૌભાંડ આચર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp