માતા-પિતાએ મળીને માસૂમોને આપ્યું દર્દનાક મોત, દીકરીઓની હત્યા કરીને બોક્સમાં..

PC: aajtak.in

પંજાબમાં જાલંધરના કાનપુર ગામમાં સોમવારે સવારે 3 છોકરીઓના શબ એક બોક્સમાં મળ્યા. ત્રણેયને માતા-પિતાએ જ મળીને મોતને ઘાટ ઉતારી દીધી. આ ઘટનાએ એ વિસ્તારમાં હાહાકાર મચાવી દીધો છે. ત્રણેય છોકરીઓ સગી બહેનો હતી. તેમની ઉંમર 5-9 વર્ષ વચ્ચે છે. જાણકારી મળતા જ પહોંચેલી પોલીસે શંકાના આધાર પર પિતાને પકડ્યો. પૂછપરછમાં જે સત્ય સામે આવ્યું, તેનાથી લોકો સુન્ન રહી ગયા. જાલંધર ગ્રામીણના SSP મુખવિંદર સિંહ ભુલ્લરે જણાવ્યું કે, કાનપુર ગામમાં સુરિન્દર સિંહે ભાડૂત સુશીલ મંડલની 3 દીકરીઓ ગુમ થયાનો રિપોર્ટ નોંધાવ્યો હતો.

મકસૂદા પોલીસ સ્ટેશનની પોલીસે ત્રણેય છોકરીઓને આસપાસ શોધી, પરંતુ કોઈ જાણકારી ન મળી. ત્યારબાદ પોલીસ સુશીલ મંડલની પૂછપરછ કરવા પહોંચી. સખ્તાઈથી પૂછપરછ કરવા પર તે બોક્સ પાસે લઈ ગયો અને જણાવ્યું કે તેમાં છોકરીઓ છે. જ્યારે બોક્સ ખોલ્યું તો ત્રણેય છોકરીઓ મૃત હાલતમાં પડી હતી. તેમના મોઢામાંથી ફીણ નીકળી રહ્યું હતું. સુશીલ કહેવા લાગ્યો કે, છોકરીઓ રમી રહી હતી. બોક્સમાં બંધ હોવાના કારણે મોત થઈ ગયું હતું. પોલીસને ઘટના શંકાસ્પદ લાગી તો સખ્તાઈથી પૂછપરછ કરી.

આ દરમિયાન તેણે જણાવ્યું કે, તેણે અને તેની પત્નીએ સવારે દૂધમાં ઝેરી પદાર્થ મળાવીને ત્રણેયને મારી નાખી અને બોક્સમાં બંધ કરી દીધી. પોલીસના જણાવ્યા મુજબ, દંપતીની આર્થિક સ્થિતિ સારી નહોતી. તેના કારણે તેમણે આ પગલું ઉઠાવ્યું. આરોપીઓનું કહેવું છે કે તેમનાથી મોટી ભૂલ થઈ ગઈ. પોલીસે હત્યાના આરોપી માતા-પિતા વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ FIR નોંધીને ધરપકડ કરી લીધી છે. સ્થાનિક લોકોનો આરોપ છે કે ત્રણેય છોકરીઓનો પિતા નશાનો આદી છે.

તે હંમેશાં દારૂ પીને નશામાં ચૂર રહે છે. તેમનું કહેવું છે કે તેણે જ છોકરીઓની હત્યા કરીને શબ બોક્સમાં છુપાવી દીધા. હાલમાં પોલીસે છોકરીઓના પિતાને કસ્ટડીમાં લઈ લીધો છે. તો છોકરીઓના શબોને પોસ્ટમોર્ટમ માટે હૉસ્પિટલ મોકલી દીધા છે. પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતના કારણોનો ખુલાસો થશે. ઘટનાની જાણકારી આપતા પોલીસે જણાવ્યું કે, સુશીલ મંડલ અને મંજુ મંડલના 5 બાળકો છે. રવિવારે બંને કામ પર જતા રહ્યા હતા. જ્યારે તેઓ ઘરે ફર્યા તો ત્રણેય છોકરીઓ ન મળી. ત્યારબાદ શબ બોક્સની અંદર મળ્યા. પોલીસનું કહેવું છે કે, છોકરીઓના શરીર પર ઇજાના કોઈ નિશાન નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp