શિવસેનામાં કેમ સામેલ થયા મિલિન્દ દેવડા? ચિઠ્ઠી લખીને જણાવ્યું કારણ

PC: indianexpress.com

પૂર્વ કેન્દ્રીય મંત્રી મિલિન્દ દેવડા રવિવારે શિવસેના (શિંદે ગ્રુપ)માં સામેલ થઈ ગયા. તેઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની ઉપસ્થિતિમાં પાર્ટીમાં સામેલ થયા છે. આ દરમિયાન શિંદેએ તેમને ભગવો ઝંડો ભેંટ આપ્યો. મિલિન્દ દેવડાએ શિવસેનામાં સામેલ થયા બાદ કહ્યું કે, આ મારા માટે ખૂબ ભાવુક દિવસ છે. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું એકનાથ શિંદેજીના નેતૃત્વમાં પાર્ટીમાં સામેલ થવા માટે કોંગ્રેસ સાથે પોતાના 55 વર્ષોનો સાથ છોડી દઇશ. શિવસેના જોઇન્ટ કર્યા બાદ દેવડાએ ટ્વીટ કરી, જેમાં તેમણે પોતાના તાલુકાથી પોતાના કોંગ્રેસ છોડવાના કારણો બતાવ્યા.

દેવડાએ સીધી રીતે મતદાતાઓને સંબોધિત કરતા ચિઠ્ઠી લખી અને તેમણે X પર પોસ્ટ કરી. આ ચિઠ્ઠીમાં દેવડાએ કહ્યું કે, 'વર્ષ 2014 અને વર્ષ 2019માં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હાર બદ મેં હંમેશાં મોટા સુધારા અને જવાબદારીની વાત કરી. વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં અમારી પાર્ટીની હાર માટે મેં મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ પદથી રાજીનામું આપ્યું, ભલે મને ચૂંટણીના એક મહિના અગાઉ જ આ પદ પર નિમણૂક કરવામાં આવ્યો હતો. મારું માનવું હતું કે, જો હું ત્યાગ કરી શકું છું, તો મને તેને માગવાનો અધિકાર પણ છે.

દેવડાએ કહ્યું કે, વર્ષ 2019માં મહારાષ્ટ્રમાં MVAની સ્થાપના દરમિયાન મેં UBT સાથે ગઠબંધનનો વિરોધ કર્યો હતો કેમ કે મને લાગ્યું કે, તેનાથી કોંગ્રેસ પર વિપરીત અસર પડશે. ગઠબંધન બાદ પણ 4 વર્ષ સુધી મેં પાર્ટીને હંમેશાં સાવધાની રાખવાની સલાહ આપી. કિનારે કરવા છતા, ગાંધી પરિવાર અને પાર્ટી સાથે મારા પરિવારના સ્થાયી સંબંધ બનાવી રાખવાની મારી પ્રતિબદ્ધતા દૃઢ રહી. 10 વર્ષો સુધી, મેં વ્યક્તિગત પદ કે સત્તાની ઈચ્છા વ્યક્ત કર્યા વિના વિભિન્ન ભૂમિકાઓમાં પાર્ટી માટે દરેક સંભવિત પ્રયાસ કર્યા.'

દેવડાએ નિરાશા વ્યક્ત કરતા કહ્યું કે, 'અફસોસની વાત છે કે કોંગ્રેસની વર્તમાન સ્થિતિ હવે એ પાર્ટી સાથે મેળ ખાતી નથી જેમાં મારા પિતા મુરલીભાઈ અને હું ક્રમશઃ વર્ષ 1968 અને વર્ષ 2004માં સામેલ થયા હતા. તે પોતાની વૈચારિક અને સંગઠનાત્મક જડોથી ભટકી ગઈ છે, તેમાં ઈમાનદારી અને રચનાત્મક ટીકાની પ્રશંસાનો અભાવ છે. એ પાર્ટી જેણે એક સમયે ભારતના આર્થિક ઉદારીકરણની શરૂઆત કરી હતી, હવે એ જ પાર્ટી વ્યાવસાયિક પરિવારોને રાષ્ટ્ર વિરોધી કહીને નિશાનો બાવે છે. આ ભારતની વિવિધ સંસ્કૃતિ અને ધર્મોનું સેલિબ્રેશન મનાવવાથી ભટકીને જાતિના આધાર પર ઉત્તર-દક્ષિણમાં વિભાજન પેદા કરી રહી છે.

ન માત્ર સત્તા હાંસલ કરવામાં, પરંતુ કેન્દ્રમાં રચનાત્મક વિપક્ષના રૂપમાં પ્રભાવી ઢંગે કામ કરવામાં નિષ્ફળ થઈ રહી છે. 20 વર્ષો બાદ પણ મારી પ્રબળ ઈચ્છા છે કે હું મુંબઈ, મહારાષ્ટ્ર અને ભારત માટે સાર્થક કામ કરું. મુંબઈ મારી કર્મભૂમિ છે અને ભારત મારી માતૃભૂમિ, મુંબઈના લોકોનું કલ્યાણ મારા માટે રાજનીતિક સંબંધતાથી વિરુદ્ધ છે, જે મને એક મહત્ત્વપૂર્ણ રાજનીતિક નિર્ણય તરફ લઈ જાય છે. મારું ઉદ્દેશ્ય છે કે, હું પોતાના અનુભવ, જ્ઞાન અને કુશળતાનો ઉપયોગ કરીને દરેક ધર્મ, જાતિ અને આર્થિક સ્થિતિના લોકોની સેવા કરું. જેમ કે મેં હંમેશાં પોતાના રાજનીતિક જીવનમાં કર્યું છે.

દેવડાએ એમ પણ કહ્યું કે, 'આજે આપણે જોઈ રહ્યા છીએ કે આજે સામાન્ય ચા વેચનાર દુનિયાના સૌથી મોટા લોકતંત્રના વડાપ્રધાન છે અને એક ઓટો રિક્ષા ચાલક દેશના સૌથી મોટા રાજ્યના મુખ્યમંત્રી છે. આ બદલાવ ભારતની રાજનીતિને વધુ સારી બનાવી રહ્યો છે અને આપણા સામ્યતાવાદી મૂલ્યોની પુષ્ટિ કરે છે. એકનાથ શિંદેજી દેશના સૌથી મહેનતુ અને સુલભ મુખ્યમંત્રીઓમાંથી એક છે. મહારાષ્ટ્રના વંચિત વર્ગો બાબતે તેમની સમજ અને શાસન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધાર માટે કરવામાં આવેલા પ્રયાસ સરાહનીય છે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp