સરકારે ઈ-કોમર્સ અને નાના નિકાસકારો માટે સ્કીમ જાહેર કરી. જાણો ફાયદા

PC: livemint-com

કેન્દ્રના વેપાર વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ઇ-કોમર્સ અને નાના નિકાસકારોને છુટછાટ આપતી યોજના જાહેર કરી છે. આ સ્કીમનું નામ છે રેમિશન ઓફ ડ્યૂટીઝ એન્ડ ટેક્સીસ ઓન એક્સ્પોર્ટ (RODTEP). મંત્રી ગોયલે કહ્યુ કે, ઈ-કોમર્સ નિકાસકારોને હવે સામાન્ય નિકાસકારોની જેમ એક્સપોર્ટ પ્રોડક્ટ્સ (RODTEP) સ્કીમ પર ડ્યુટી અને ટેક્સની માફીનો લાભ મળશે. ગુરુવારે આની જાહેરાત કરતા, વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે RODTEP યોજનાના આ વિસ્તરણથી ટપાલ વિભાગ અને કુરિયર દ્વારા નિકાસ કરતા MSME અને નાના નિકાસકારોને ફાયદો થશે.

કેબિનેટ મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે, આ નાના નિકાસકારોનો ખર્ચ ઘટશે અને તેમને નિકાસકાર બનવાની તક મળશે અને દેશની નિકાસ પણ વધશે. હાલમાં RODTEP યોજનાનો લાભ સામાન્ય નિકાસકારોને જ મળે છે. ટૂંક સમયમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ઈ-કોમર્સ નિકાસ માટે RODTEP યોજનાને સૂચિત કરશે. હાલમાં ઈ-કોમર્સ નિકાસ માટેની મર્યાદા રૂ. 5 લાખ છે, જેને વધારીને રૂ. 10 લાખ કરવામાં આવી રહી છે.

માલ મોકલવા માટે 1000 પોસ્ટલ નિકાસ સેન્ટર ખોલવામાં આવ્યા છે. MSMEની સુવિધા માટે ઈ-કોમર્સ નિકાસ પર એક હેન્ડબુક પણ ગોયલે બહાર પાડી. આ હેન્ડબુકની મદદથી MSME અથવા નાના વેપારીઓ નિકાસકાર બનવાની પ્રક્રિયા જાણી શકશે. ઈ-કોમર્સ દ્વારા નિકાસ કરવા માટે, મુખ્યત્વે PAN નંબર, બેંક એકાઉન્ટ અને અધિકૃત ડીલર (AD) કોડ, આયાત-નિકાસ કોડ (IEC) અને GSTIN હોવો જરૂરી છે.

ઈ-કોમર્સ નિકાસ વધારવા માટે, ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ મોટા ઈ-કોમર્સ પ્લેટફોર્મ સાથે કરાર કરી રહ્યું છે જેથી આ નાના ઉદ્યોગ સાહસિકોને સરળતાથી નિકાસ માટે બજાર મળી શકે. થોડા દિવસો પહેલા આ સંબંધમાં એમેઝોન સાથે કરાર કરવામાં આવ્યો હતો. ગુરુવારે ઈ-કોમર્સ પ્લેટફોર્મ શિપરાકેટ સાથે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

વેપાર અને વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે,ટેક્સટાઇલ, ગાર્મેન્ટ્સ, લેધર, જેમ્સ-જ્વેલરી, હેન્ડીક્રાફ્ટ જેવા ક્ષેત્રોમાં ઈ-કોમર્સ નિકાસની વિશાળ સંભાવના છે અને હવે B2C નિકાસ વધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સરકાર આમાં મદદ કરવા માટે એક ઇકોસિસ્ટમ તૈયાર કરી રહી છે.

ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ સંતોષ કુમાર સારંગીએ જણાવ્યું હતું કે ઈ-કોમર્સ નિકાસ સતત વધી રહી છે અને આ વર્ષે અત્યાર સુધીમાં 800 મિલિયન ડોલરની ઈ-કોમર્સ નિકાસ થઈ છે.

મંત્રી પિયુષ ગોયલને જ્યારે લાલ સમુદ્ધમાં થઇ રહેલી ઉથલપાથલથી ભારતી નિકાસ પર શું અસર થશે? એવો સવાલ પુછવામાં આવ્યો તો ગોયલે કહ્યુ કે,આ વિશે અત્યારે ચોક્કસ કંઈ કહી શકાય નહીં. નિકાસના આંકડા આવ્યા બાદ સ્થિતિ સ્પષ્ટ થશે, પરંતુ બાસમતી ચોખાની નિકાસને ચોક્કસ અસર થઈ છે. સ્થાનિક સ્તરે બાસમતી ચોખાના ભાવમાં નરમાઈનો ટ્રેન્ડ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp