40 કલાકથી ગુમ, જોખમ છે; BJPએ ઝારખંડના CM હેમંત સોરેન માટે ઈનામની જાહેરાત કરી

PC: aajtak.in

ઝારખંડના CM હેમંત સોરેનના 'ગુમ' હોવાના દાવાઓ વચ્ચે, ભારતીય જનતા પાર્ટી (BJP) અને સત્તાધારી ઝારખંડ મુક્તિ મોરચા વચ્ચે આક્ષેપો અને પ્રતિઆક્ષેપો તેજ થઈ ગયા છે. BJPનો દાવો છે કે, CM હેમંત સોરેન તપાસ એજન્સીથી બચવા માટે ભાગેડુ બની ગયા છે. તેમની સુરક્ષાને ખતરો ગણાવીને BJPએ ઈનામની જાહેરાત કરી છે. BJPએ કહ્યું છે કે જે વ્યક્તિ CM હેમંત સોરેનને શોધીને લાવશે તેને 11 હજાર રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.

ઝારખંડ BJP અધ્યક્ષ બાબુલાલ મરાંડીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X દ્વારા કટાક્ષમાં આ જાહેરાત કરી હતી. તેમણે લખ્યું, 'ઝારખંડના લોકોને હૃદયસ્પર્શી અપીલઃકેન્દ્રીય એજન્સીઓના ડરને કારણે, આપણા રાજ્યના CM હેમંત સોરેન લોક લાજનો ત્યાગ કરી, છેલ્લા 40 કલાકથી ગાયબ થઇ ગયા છે, અને મોઢું છુપાવીને આમ તેમ ભાગી રહ્યા છે.'

તેમણે આગળ લખ્યું, 'આ માત્ર CMની અંગત સુરક્ષા માટે ખતરો જ નથી, પરંતુ ઝારખંડના 3.5 કરોડ લોકોની સુરક્ષા, માન અને સન્માન પણ જોખમમાં છે. જે કોઈ પણ વિલંબ કર્યા વિના આપણા 'હોશિયાર' CMને શોધી કાઢશે અને તેમને સલામત રીતે પાછા લાવશે, તેને મારી તરફથી અગિયાર હજાર રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.' BJP સાંસદ નિશિકાંત દુબેએ કટાક્ષ કરતા લખ્યું કે, 'આજે અમારા CM હેમંત સોરેન જી દ્વારા ગુમ થઈને ઝારખંડના લોકોનું સન્માન એકદમ નીચું કરી દીધું.' તેમણે CM હેમંત સોરેનનું એક પોસ્ટર પણ શેર કર્યું છે, જેના પર લખ્યું છે કે, 'પહેલીવાર, CM ગાયબ છે.'

ઝારખંડના સ્વાસ્થ્ય મંત્રી બન્ના ગુપ્તાએ આ અટકળોને ફગાવી દીધી અને કહ્યું કે, તેઓ EDના સવાલોના જવાબ આપવા હાજર થઇ જશે. મીડિયા સૂત્રો સાથે વાત કરતા તેમણે કહ્યું, 'માનનીય CM ઝારખંડના લોકોના હૃદયમાં છે. ઝારખંડના લોકો તેને પ્રેમ કરે છે. એકવાર જ્યારે તેઓ એ EDને સમય આપી દીધો, તો તેઓ નિર્ધારિત સમયમાં EDના પ્રશ્નોના જવાબ આપવા માટે હાજર થઇ જશે. આ અંગે આટલી ચિંતા શા માટે છે, એવું વાતાવરણ કેમ બનાવી દીધું છે કે, જાણે રાજ્યની જનતા પર બિનજરૂરી બોજ નાખવામાં આવી રહ્યો છે. બધી બાબતો અનુકૂળ છે. ગમે તેવી પરિસ્થિતિ, સંજોગો, બંધારણીય સંસ્થાઓના જે પણ પ્રશ્નો હશે તે અંગે CM પોતાના મંતવ્યો રજૂ કરશે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp