બની રહેલો પૂલ તુટી પડતા 17 મજૂરોના મોત, હજુ અનેક લોકો દબાયા છે

PC: freepressjournal.in

મિઝોરમના સાયરાંગ વિસ્તાર પાસે એક નિર્માણાધીન રેલવે બ્રિજ તૂટી પડ્યો. જેના કારણે 17 મજૂરોએ જીવ ગુમાવ્યો હતો. મિઝોરમના મુખ્યમંત્રીએ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએટ્વીટ કરીને આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. હજુ બચાવકાર્ય ચાલી રહ્યું છે અને અનેક લોકો દબાયા હોવાની શંકા વ્યકત કરવામાં આવી રહી છે. PM મોદીએ મૃતકોના પરિવારોને 2 લાખ અને ઇજા પામેલા લોકોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.

મિઝોરમના સાયરાંગ વિસ્તાર પાસે નિર્માણાધીન રેલવે પુલ તૂટી પડતા 17 મજૂરોના મોત થયા છે. આ દુર્ઘટના બુધવારે સવારે 10 વાગ્યાની આસપાસ આઈઝોલથી લગભગ 21 કિલોમીટર દૂર થઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર 17 લોકોના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે અન્યની શોધ ચાલુ છે. દુર્ઘટના કયા કારણોસર થઈ તે અંગે કોઈ માહિતી સામે આવી નથી.

મિઝોરમના મુખ્યમંત્રી જોરમથાંગાએ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને ટ્વીટ કરીને લખ્યુ છે કે, આઈઝોલ નજીક સાયરાંગ ખાતે નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજ આજે તૂટી પડ્યો. 17 મજૂરોએ જીવ ગુમાવ્યા. બચાવ કામગીરી ચાલી રહી છે. આ દુર્ઘટનાથી ખૂબ જ દુઃખી અને પ્રભાવિત છું. હું તમામ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની ઈચ્છા કરું છું. બચાવ કાર્યમાં મદદ કરવા માટે મોટી સંખ્યામાં આગળ આવેલા લોકોનો હું આભાર વ્યક્ત કરું છું.

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મિઝોરમમાં બનેલી ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને તમામ મૃતકોના નજીકના સંબંધીઓને 2 લાખ રૂપિયા અને વડા પ્રધાનના રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી ઘાયલોને 50,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે, મિઝોરમમાં પુલ દુર્ઘટનાથી દુઃખી છું. જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. ઘાયલો જલ્દી સાજા થાય. બચાવ કામગીરી ચાલી રહી છે અને અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આવી રહી છે.

2 લાખ રૂપિયાની આર્થિક સહાત તમામ મૃતકના પરિવારને આપવાની જાહેરાત કરવામાં આવી છે, જ્યારે ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયા આપવામાં આવશે. આ ઘટના અંગે પોલીસે કહ્યું છે કે, ઘટાનસ્થળે અન્ય લોકોના ફસાયેલા હોવાની આશંકા છે. આઇઝોલથી લગભગ 21 કિમી દૂર સવારે 10 વાગે આ ઘટના થઈ હતી. આ ઘટના સમયે 35-40 કર્મચારીઓ હાજર હતા. કાટમાળમાંથી અત્યારસુધીમાં 17 શવ કાઢવામાં આવ્યા છે, જ્યારે અન્ય કર્મચારીઓની શોધખોળ શરૂ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp