20 સીટ, આદિત્ય ઠાકરે વિરુદ્ધ MNS ઉમેદવાર, BJP સામે રાજ ઠાકરેએ રાખી દીધી માગ

PC: ndtv.com

લોકસભાની ચૂંટણી માટે મહારાષ્ટ્રમાં NDA નેતૃત્વવાળા મહાયુતિ ગઠબંધનને શરત વિના સમર્થન આપ્યા બાદ રાજ ઠાકરેના નેતૃત્વવાળી મહારાષ્ટ્ર નવનિર્માણ સેન (MNS)એ આગામી લોકસભાની ચૂંટણીઓ માટે સંભવિત સીટ ફાળવણી પર ભાજપ સાથે વાતચીત શરૂ કરી છે. જાણકારો મુજબ, MNSએ રાજ્યમાં 20 સીટોની માગ કરી છે. MNS દ્વારા દાવો કરવામાં આવેલી મોટા ભાગની સીટો મુંબઈ અને મુંબઈ મહાનગર ક્ષેત્રથી છે.

તેમાં વર્લી, દાદર-માહિમ, સેવરી, મગાઠાણે, ડિંડોશી, જાગેશ્વરી, વર્સોવા, ઘટકોપર પશ્ચિમ, ચેમ્બુર, ઠાણે, ભિવંડી ગ્રામીણ, કલ્યાણ ગ્રામીણ, નાસિક પૂર્વ, વાણી, પંઢરપુર, ઔરંગાબાદ મધ્ય અને પૂણેની 1 સીટ સામેલ છે. MNS વર્લીમાં આદિત્ય ઠાકરે વિરુદ્ધ સંદીપ દેશપાંડેને ઉતારી શકે છે. જ્યારે નીતિન સરદેસાઈ દાદર-માહિમથી અને શાલિની ઠાકરે વર્સોવાથી ચૂંટણી લડી શકે છે. આ દરમિયાન ભાજપ આગામી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે તૈયારી શરૂ કરી દીધી છે.

હાલની લોકસભાની ચૂંટણીમાં જે રાજ્યોમાં ઝટકો લાગ્યો છે, તેમાં એક મહારાષ્ટ્ર પણ હતું. અહી ભાજપની સીટો 23 થી ઘટીને 9 થઈ ગઈ. તેણે પાર્ટીની અંદર જોખમની ઘટી વગાડી દીધી છે કેમ કે રાજ્યમાં આ વર્ષના અંતમાં ચૂંટણી થવાની છે. પડકારો અને ખામીઓની ઓળખ કરવા અને તેને અનુરૂપ રણનીતિ માટે, મહારાષ્ટ્ર ભાજપે 14 જૂને મુંબઇમાં પોતાની જિલ્લા એકાઈઓના અધ્યક્ષો અને પદાધિકરીઓની એક બેઠક બોલાવી છે.

બેઠકને સંબોધિત કરનાર નેતાઓમાં નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે અને મુંબઈ ભાજપ પ્રમુખ આશિષ શેલાર સામેલ હશે. 14 જૂનની બેઠકમાં ભાજપ એ બધા કારકોનું વિશ્લેષણ કરશે જેના કારણે લોકસભાની ચૂંટણીમાં તેમનું પ્રદર્શન ખરાબ રહ્યું. વિદર્ભ જેને પાર્ટીનું ગઢ માનવામાં આવે છે. ત્યાં પાર્ટીનું માનવું છે કે તેણે ખેડૂતો વચ્ચે અસંતુષ્ટિના મુદ્દાને હલ કરવો પડશે. આ ક્ષેત્રનો મુખ્ય પાક કપાસ અને સોયાબીન છે અને હાલમાં જ કિંમતોમાં ઉતાર ચઢાવે ખેડૂતોને આર્થિક રૂપે પ્રભવિત કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp