મોબાઈલનું GPS લોકેશન અધૂરા પુલ પર લઇ ગયું અને કાર નદીમાં પડી, 3 યુવકના નિધન
ઉત્તર પ્રદેશના બરેલીમાં નિર્માણાધીન પુલ પરથી એક કાર નદીમાં પડી. અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતા. કારમાં GPS લગાવવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું. તે લોકો મોબાઈલમાં દર્શાવેલ લોકેશનના આધારે મુસાફરી કરતા હતા. આ દરમિયાન ગાઢ ધુમ્મસ પણ હતું, જેના કારણે તેને આગળનો રસ્તો દેખાતો ન હતો અને તે પુલ પર આગળ નીકળી ગયા.
આ ઘટના ખલ્લરપુર ગામમાં રામગંગા નદીમાં બની હતી. બરેલી પોલીસે એક્સ પર પોસ્ટ કરીને આ ઘટનાની માહિતી આપી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, 24 નવેમ્બરે સવારે 9.30 વાગ્યે ફરીદપુર પોલીસ સ્ટેશનમાં એક ફોન આવ્યો હતો. તેમાં માહિતી આપવામાં આવી હતી કે, ખલ્લરપુર ગામમાં રામગંગા નદીની વચ્ચે એક વાહન પડી ગઈ છે નુકસાન થયું હોવાના અહેવાલ છે. આ સમાચાર મળતાં જ ફરીદપુર પોલીસ અને બદાયુ જિલ્લાના દાતાગંજ પોલીસ સ્ટેશનની પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ત્યાં તે સમયે, એક વેગનઆર કાર પુલ નીચે પડી હોવાનું જાણવા મળ્યું હતું. આ પુલ નિર્માણાધીન છે, જે દાતાગંજ અને ફરીદપુર વચ્ચે જોડવાનો છે. એવું લાગે છે કે બ્રિજ અડધો બનેલો હોવાને કારણે કાર નીચે પડી હતી.
પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું કે, કારમાંથી 3 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં બે લોકોની ઓળખ અમિત અને વિવેક તરીકે થઈ છે. આ લોકો ફરુખાબાદના ઈમાદપુરના રહેવાસી છે. બંનેના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. વધુ એક વ્યક્તિની ઓળખ કરવામાં આવી રહી છે. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
એક અખબારમાં છપાયેલા સમાચાર મુજબ, પોલીસે જણાવ્યું કે કારના GPSમાં ફરુખાબાદનું લોકેશન લગાડવામાં આવ્યું હતું. કદાચ નકશો આ લોકોને ખોટી દિશામાં લઈ ગયો અને તેના કારણે આ લોકો નિર્માણાધીન બ્રિજ પર કાર હંકારી રહ્યા હતા, જેના કારણે આ અકસ્માત થયો હતો. જણાવવામાં આવ્યું હતું કે, ધુમ્મસને કારણે કાર ચાલક નિર્માણાધીન પુલ જોઈ શક્યો ન હતો.
અહેવાલ મુજબ, ગામલોકોએ જણાવ્યું કે, જ્યારે કાર રામ ગંગા નદીમાં પડી ત્યારે એક જોરદાર અવાજ સંભળાયો, ત્યાં ખેતરમાં કામ કરતા લોકો તે સાંભળીને ત્યાં પહોંચી ગયા. ઘણા લોકો કહે છે કે, તેમણે કારને રામ ગંગામાં ડૂબતી જોઈ હતી. ત્યારપછી પોલીસને જાણ કરી. કહેવામાં આવી રહ્યું છે કે, અકસ્માતનો ભોગ બનેલા અમિત અને વિવેક સગા ભાઈ હતા. ત્રીજા વ્યક્તિનું નામ કૌશલ જણાવવામાં આવી રહ્યું છે. કારમાં સવાર લોકો પાસેથી મળેલા ID કાર્ડ પરથી બંને ભાઈઓની ઓળખ થઈ હતી. ID કાર્ડ્સ પરથી જાણવા મળ્યું કે, આ લોકો કોઈ સુરક્ષા એજન્સી માટે કામ કરતા હતા.
थाना फरीदपुर, बरेली क्षेत्रान्तर्गत निर्माणधीन पुल से एक कार के गिरने, जिसमें कार सवार 03 व्यक्तियो की मृत्यु हो जाने की सूचना पर की जा रही कार्यवाही के सम्बन्ध में क्षेत्राधिकारी फरीदपुर बरेली की बाइट।#UPPolice pic.twitter.com/phDGUsPPNz
— Bareilly Police (@bareillypolice) November 24, 2024
સ્થાનિક લોકોનું કહેવું છે કે, બ્રિજ કોર્પોરેશનની બેદરકારીના કારણે ત્રણેય યુવકોના મોત થયા છે. બ્રિજનું બાંધકામ ચાલુ હતું ત્યારે ત્યાં બેરિકેડીંગ કેમ ન કરાયું? જો ત્યાં બેરિકેડીંગ કરવામાં આવ્યું હોત તો આ દુ:ખદ અકસ્માત બનતો અટકાવી શકાયો હોત. આવી સ્થિતિમાં બ્રિજ કોર્પોરેશન અને જિલ્લા વહીવટી તંત્રની બેદરકારીએ આજે ત્રણ યુવાનોના જીવ લીધા છે. કહેવાય છે કે, પૂરના કારણે પુલનો આગળનો ભાગ નદીમાં વહી ગયો હતો. જેનું નિર્માણ કાર્ય હાલ ચાલુ છે. બ્રિજ અધૂરો હતો, અહીંથી વાહનો પસાર ન થાય તેવી કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. એવું કહેવાય છે કે, ત્યાં કોઈ ચેતવણી બોર્ડ પણ લગાવવામાં આવ્યું ન હતું. તેમજ ત્યાં બેરિકેડીંગ પણ કરવામાં આવ્યું ન હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp