મોદી સરકાર નથી આવી રહી, યોગેન્દ્ર યાદવનો દાવો, NDAને આટલી સીટ જ મળશે

PC: newstak.in

દેશમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણીના ચાર તબક્કામાં 378 બેઠકો પર મતદાન થયું છે. હજુ ત્રણ તબક્કાનું મતદાન બાકી છે. જેમ જેમ ચૂંટણીઓ આગળ વધી રહી છે, તેમ તેમ તે વધુ રસપ્રદ બનતું જોવા મળી રહ્યું છે. આ દરમિયાન, દરેક પાર્ટી પોતાને મળનારી બેઠકોને લઈને અટકળો ચાલુ કરી દીધી છે.

લોકસભા ચૂંટણીના ચાર તબક્કા પૂર્ણ થયા છે અને હવે ત્રણ તબક્કાની ચૂંટણી બાકી છે. આ પછી 4 જૂને સ્પષ્ટ થઈ જશે કે, દેશની બાગડોર કોના હાથમાં રહેશે. અત્યાર સુધી પૂર્ણ થયેલા 4 તબક્કા અને મતદાનની ટકાવારીથી INDIA ગઠબંધન ખૂબ જ ખુશ છે. તેમનું માનવું છે કે, મોદી સરકાર વિદાય લેવાની છે. બીજી તરફ NDA 400ને પાર કરવાના દાવા પર અડગ છે, પરંતુ આ દરમિયાન રાજકીય વિશ્લેષક યોગેન્દ્ર યાદવનો અંદાજ BJP અને તેના સહયોગીઓને ટેન્શન આપી શકે છે. યોગેન્દ્ર યાદવે દાવો કર્યો છે કે, ચોથા તબક્કાના મતદાન પછી NDAનો આંકડો 272થી નીચે ગયો છે. આ બધું તેણે એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા કહ્યું.

એક મીડિયા ચેનલ દ્વારા યોગેન્દ્ર યાદવને પૂછવામાં આવ્યું કે, તમે જે દાવો કરી રહ્યા છો તે એકદમ આશ્ચર્યજનક છે. તેના પર યોગેન્દ્ર યાદવે કહ્યું કે, હું રાજકીય કાર્યકર છું અને રાજકીય કાર્યકરો જૂઠું બોલતા નથી. તેણે કહ્યું કે હું કોઈ એક્ઝિટ પોલ કે દાવો ઓન એર નથી કરી રહ્યો. હું આ બધું સ્થળ પર જઈને, અનેક સ્થળોની મુલાકાત લીધા પછી, લખીને, સાંભળીને અને લોકો સાથે વાત કર્યા પછી કહું છું. યાદવે કહ્યું કે, ચૂંટણીની શરૂઆત પહેલા મેં અનુમાન લગાવ્યું હતું કે, આ વખતે BJP 250થી નીચે રહી શકે છે. જોકે મને આ વિશે બહુ ખાતરી નહોતી. જ્યારે મેં અનેક જગ્યાએ ફરવાનું શરૂ કર્યું, લોકો સાથે વાત કરી અને સાંભળ્યું, ત્યારે હું મારા પોતાના નિષ્કર્ષ પર આવ્યો.

એક મીડિયા ચેનલ સાથે વાત કરતા યોગેન્દ્ર યાદવે કહ્યું કે, BJP વિચારી રહ્યું છે કે, તે 2019ના આંકડાને પણ વટાવી જશે, પરંતુ તે ખોટું છે. મેં સ્થળ પર જે જોયું અને લોકો સાથે વાત કરી, તે પછી BJP 250 સીટોથી નીચે રહેશે અને NDA 268 સીટો પર પહોંચી જશે. BJP 250થી કેટલું નીચે રહે છે તે ચર્ચાનો વિષય બની શકે છે. યોગેન્દ્ર યાદવે વધુમાં કહ્યું કે, હું મારા તરફથી સ્પષ્ટ કરી દઉં કે, NDA ત્રીજી વખત સત્તામાં નથી આવી રહ્યું. તેમણે કહ્યું કે, મુસીબત તો એ છે કે, NDA બહુમતી સાબિત કરી શકશે કે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp