વિભાજન સમયની મિલકતોના વેચાણથી સરકારને મળી શકે છે 1 લાખ કરોડ, GDPને મળશે ગતિ

PC: economictimes.com

સરકારે કોરોનાથી પ્રભાવિત આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવા અને મોજૂદ ખર્ચને પૂરો કરવા માટે વિભાજન સમયે પાકિસ્તાન જતા રહેલા નાગરિકોની મિલકતો પર વેચવા અંગે વિચાર કરવો જોઇએ. જે એક લાખ કરોડ રૂપિયાથી પણ વધારે છે. પ્રધાનમંત્રી મોદીના આર્થિક સલાહકાર પરિષદના સભ્ય નીલેષ શાહે આ સલાહ આપી છે. શાહએ કહ્યું કે, ભારત અને પાકિસ્તાન બંનેએ 1965ની લડાઇ પછી શત્રુ સંપતિના અધિગ્રહણ કરવા માટે કાયદો બનાવ્યો છે. પાકિસ્તાન આ રીતે જ બધી મિલકતો 1971માં જ વેચી ચૂક્યું છે, પણ ભારત સરકાર આ મામલામાં તેનાથી 49 વર્ષ પાછળ ચાલી રહ્યું છે. નીલેષ શાહ કોટક મ્યુચ્યુઅલ ફંડના મેનેજિંગ ડિરેક્ટર અને મુખ્ય કાર્યકારી અધિકારી પણ છે.

એ વેબિનારમાં શાહે કહ્યું કે, તમારે સરકારી સંપતિનું મોનિટાઈઝેશન કરવું જોઇએ જેથી આગળ ખર્ચ કરવા માટે તમારી પાસે ધન ઉપલબ્ધ રહે. આ શત્રુ સંપતિ(Enemy Property)નું મૂલ્ય ત્રણ વર્ષ પહેલા એક લાખ કરોડ રૂપિયા આંકવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, આ પ્રકારની મિલકતને વેચી અતિક્રમણ હટાવી અને માલિકી હકને દૂર કરવાનો આ સૌથી યોગ્ય સમય છે. શાહે કહ્યું કે, આ પ્રકારની 9,404 મિલકતો છે જે 1965માં સરકાર દ્વારા નિયુક્ત કસ્ટોડિયનને આધીન કરવામાં આવી હતી.

મંદ પડેલી આર્થિક ગતિનિ પ્રોત્સાહન આપવા માટેના પ્રશ્ન પર શાહે કહ્યું કે, આ મિલકતોને વેચી નાખો અને 1 લાખ કરોડ રૂપિયાની રકમ પ્રાપ્ત કરી લો, તેનાથી તમારા ખર્ચા પૂરા થઇ જશે.

શું હોય છે શત્રુ સંપતિ

Enemy Property એક્ટ 1968ની ધારા 8-એની ઉપધારા-1 અનુસાર, શત્રુ સંપતિનો અર્થ એ સંપતિ સાથે છે જેનો માલિકી હક એવા લોકો પાસે હતુ જે વિભાજન સમયે ભારતથી ચાલ્યા ગયા હતા. આ એ લોકોની મિલકતો છે, જે વિભાજન પછી પાકિસ્તાન ચાલ્યા ગયા કે પછી 1962ના ભારત-ચીન યુદ્ધ પછી ચીન ચાલ્યા ગયા અને ત્યાંની જ નાગરિકતા લઇ લીધી. પાકિસ્તાની નાગરિકોની આવી 9280 મિલકતો છે, જ્યારે ચીની નાગરિકો દ્વારા 126 મિલકતો અહીં છોડવામાં આવી છે.

કેન્દ્ર સરકાર શત્રુ સંપતિઓના સાર્વજનિક ઉપયોગની પરવાનગી રાજ્ય સરાકરોને પહેલાથી જ આપી ચૂકી છે. ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી એક નોટિફિકેશન અનુસાર, શત્રુ સંપતિ આદેશ 2018ના નિસ્તારણ માટે દિશા નિર્દેશોમાં સંશોધન કરવામાં આવી ગયું છે જેનાથી રાજ્ય સરકાર આ મિલકતોનો ઉપયોગ ખાસ કરીને સાર્વજિક ઉપયોગ માટે કરી શકે છે.

કેટલી છે Enemy Property

પાકિસ્તાની નાગરિકતા લેનારા લોકો દ્વારા છોડવામાં આવેલી મિલકતોમાંથી 4991 ઉત્તર પ્રદેશમાં સ્થિત છે, જે દેશમાં સૌથી વધારે છે. પશ્ચિમ બંગાળમાં આ પ્રકારની 2735 મિલકતો છે. જ્યારે દિલ્હીમાં 487 મિલકતો છે. ચીની નાગરિકો દ્વારા છોડવામાં આવેલી સૌથી વધારે સંપતિ મેઘાલયમાં છે. જ્યાં આ પ્રકારની 57 મિલકતો છે. પશ્ચિમ બંગાળમાં આવી 29 અને આસામમાં આવી 7 મિલકતો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp