9 બેંકમાં ખાતા, 95 લાખનું દેવું, જાણો ઓડિશાના નવા CM પાસે કેટલી છે સંપત્તિ

PC: indiatoday.in

ઓરિસ્સાને નવા મુખ્યમંત્રી મળી ગયા છે અને ભાજપના ધારાસભ્યોએ મોહન ચરણ માઝીના નામ પર મ્હોર લગાવતા તેમને મંગળવારે ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કર્યા છે. બુધવારે મોહન માઝી રાજ્યના મુખ્યમંત્રી પદના શપથ લેશે. રાજ્યમાં એવું પહેલી વખત હશે, જ્યારે ભાજપની સરકાર બની રહી છે. તેઓ વિધાનસભા ચૂંટણીઓમાં રાજ્યના ક્યોંઝર સીટથી ચૂંટણી જીત્યા છે. જો સંપત્તિની વાત કરીએ તો તેમની પાસે લગભગ 2 કરોડની સંપત્તિ છે અને તેમાં 95 લાખ રૂપિયાનું દેવું છે.

વિધાનસભાની ચૂંટણી 2024 દરમિયાન ચૂંટણી પંચને આપવામાં આવેલી એફિડેવિટ મુજબ, મોહન ચરણ માઝીએ પોતાની સંપત્તિનું પૂરું વિવરણ આપ્યું હતું. ઓરિસ્સાના નવા મુખ્યમંત્રી પાસે ગ્રેજ્યુએટ ડિગ્રી છે અને તેમણે કુલ ચલ-અચલ સંપત્તિ લગભગ 1.97 કરોડ બતાવી હતી. તેની સાથે જ તેમણે આ એફિડેવિટમાં પોતાની દેવાદારીનો ખુલાસો કર્યો અને જણાવ્યું કે, તેમના પર 95.58 લાખ રૂપિયાનું દેવું છે. ચૂંટણી એફિડેવિટ પર નજર નાખીએ તો તેમની પાસે 30,000 રૂપિયા, તો તેમની પત્ની પાસે 50,000 રૂપિયા રોકડ છે.

જ્યારે અલગ અલગ 9 બેંક ખાતામાં પતિ-પત્નીના નામ પર 10.92 લાખ રૂપિયા જમા છે. બોન્ડ, શેર કે ડિબેન્ચરમાં ઓરિસ્સાના નવા મુખ્યમંત્રી દ્વારા કોઈ પણ પ્રકારનું કોઈ રોકાણ કરવામાં આવ્યું નથી. જો કે, તેમની પત્નીના નામ પર SBIમાં ફિક્સ્ડ ડિપોઝિટ (FD) છે, જે 51 લાખ રૂપિયાની છે. મોહન માઝીએ LICમાં પોતાના અને પત્નીના નામ પર 4 પોલિસીઓ લીધી છે, જે લગભગ 4.95 લાખ રૂપિયાની છે. ઓરિસ્સાના મુખ્યમંત્રીના નામ પર કોઈ પર્સનલ લોન ચાલી રહી નથી.

કારોની વાત કરીએ તો તેમના નામ પર એક ટોયોટા ફોર્ચ્યૂનર કાર છે, જેની કિંમત 25 લાખ રૂપિયા બતાવવામાં આવી છે. તો જ્વેલરીની વાત કરીએ તો મોહન માઝી પાસે 1.20 લાખ રૂપિયાની કિંમતની ગોલ્ડ જ્વેલરી છે, તો તેમની પત્ની પાસે 1.80 લાખ રૂપિયાની કિંમતના સોનાના ઘરેણાં છે. મોહન માઝીની ચૂંટણી એફિડેવિટ મુજબ, તેમના નામ પર અચલ સંપત્તિની વાત કરીએ તો 19.20 લાખ રૂપિયાની ખેતી લાયક જમીન છે. એ સિવાય તેમની પત્નીના નામે 52 લાખ રૂપિયાની કિંમતની એક કોમર્શિયલ બિલ્ડિંગ છે. જો કે, મોહન માઝીના નામ પર કોઈ ઘર નથી, પરંતુ તેમની પત્નીના નામ પર 30 લાખ રૂપિયાની કિંમતનું ઘર પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp