રામ મંદિરને દાન આપવામાં ગુજરાતી સૌથી આગળ, આ 2 લોકોએ આપ્યુ રેકોર્ડતોડ દાન
અયોધ્યામાં રામ મંદિર સમારોહની તૈયારી ચાલી રહી છે. 22 જાન્યુઆરીના રોજ ભવ્ય રામ મંદિરનું ઉદ્વઘાટન થશે અને એ જ દિવસે રામલલા ગર્ભગૃહમાં બિરાજમાન થશે. રામ ભક્તોના દાનથી અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર નિર્માણાધીન છે અને પહેલું તળ પૂરી રીતે બનીને તૈયાર છે, જેમાં રામલલાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. રામ મંદિર માટે અત્યાર સુધી 5500 કરોડથી વધુનું દાન શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટને મળી ચૂક્યું છે અને આ મામલે ગુજરાતી સૌથી આગળ છે. ગુજરાતનાં 2 એવા વ્યક્તિ છે જેમણે રામ મંદિર માટે સૌથી વધુ ફંડ આપ્યું છે.
રામ મંદિર માટે સૌથી વધુ દાન અપનારાઓની લિસ્ટમાં સૌથી ઉપર નામ કથાકાર મોરારી બાપુનું નામ છે. ગુજરાતથી આવતા મોરારી બાપુએ રામ મંદિર માટે અત્યાર સુધી સૌથી વધુ દાન કર્યું છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની વેબસાઇટ પર આપવામાં આવી છે. જાણકારી મુજબ, મોરારી બાપુએ રામ મંદિર માટે 11.3 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. મોરારી બાપુનો જન્મ ભાવનગરના તલગાજરડામાં થયો છે.
તેઓ આજે પણ ત્યાં જ પોતાના પરિવાર સાથે રહે છે. એ સિવાય અમેરિકા, કેનેડા અને બ્રિટનના સૌથી વધુ અનુયાયીઓએ સામૂહિક રૂપે અલગથી 8 કરોડ રૂપિયાનું ફંડ આપ્યું છે. અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરને દાન આપનારાઓમાં ગુજરાતનાએક બિઝનેસમેન છે. જેમણે મોરારી બાપુ બાદ સૌથી વધુ ફંડ આપ્યું છે. જી હા, રામ મંદિર નિર્માણ માટે ગુજરાતના જ હીરા વેપારી ગોવિંદભાઇ ધોળકિયાએ 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.
ધન સંચય અભિયાન હેઠળ રામ મંદિરના નિર્માણ માટે તેમણે ટ્રસ્ટને 11 આક્રોડ રૂપિયાનો ચેક સોંપ્યો હતો. ગોવિંદભાઇ ધોળકિયા ડાયમંડ કંપની શ્રીરામકૃષ્ણ એસપોર્ટ્સના માલિક છે. ગોવિંદભાઇ દર વર્ષે દિવાળી દરમિયાન ચર્ચામાં રહે છે કેમ કે તેઓ પોતાના સેકડો કર્મચારીએ અને તેમના પરિવારજનોને મોટા મોટી અને કિંમત ગિફ્ટ આપે છે. કહેવામાં આવે છે કે સુરતના હીરા વેપારી ગોવિંદભાઇ ધોળકિયા વર્ષોથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે જોડાયેલા રહ્યા છે. રામ મંદિર નિર્માણ માટે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને અત્યાર સુધી 5000 કરોડથી વધુનું દાન મળી ચૂક્યું છે.
રામ મંદિર ટ્રસ્ટે 11 કરોડ લોકો પાસેથી 900 કરોડ રૂપિયા ભેગા કરવાનું લક્ષ્ય રાખ્યું હતું, પરંતુ અત્યાર સુધી ભગવાન રામના મંદિર માટે લગભગ 5500 કરોડ કરતા વધુનું પ્રાપ્ત થઈ ચૂક્યું છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ મુજબ રામ મંદિર નિર્માણ માટે અત્યાર સુધી 18 કરોડ રામભક્તોએ ભારતીય નેશનલ બેંક, પંજાબ નેશનલ બેંક અને બેંક ઓફ બરોડાના ખાતામાં લગભગ 3200 કરોડ રૂપિયાનું સમર્પણ નિધિ જમા કરી છે. ટ્રસ્ટે આ બેંક ખાતામાં આવેલા દાનના પૈસાની FD કરાવી દીધી હતી, જેમાં મળતા વ્યાજથી જ રામ મંદિરના વર્તમાન સ્વરૂપ સુધી એટલે કે પહેલા તળનું નિર્માણ થઈ ચૂક્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp