4 વર્ષોમાં ગાયબ થઈ ગયા 50 લાખ કરતા વધુ વૃક્ષ! ખેતરમાં બદલવામાં આવી રહી છે જમીન

PC: timesnownews.com

ભારતમાં વર્ષ 2018 અને વર્ષ 2022 વચ્ચે મોટી ખેતીની જમીનના 50 લાખ કરતા વધુ ઝાડ અંશિક રુપે બદલાયેલી કૃષિ પ્રથાઓના કારણે ચિંતાજનક છે. આ વાત પત્રિકા નેચર સસ્ટેનેબિલિટીમાં પ્રકશિત નવી શોધમાં સામે આવી છે. સંશોધનકર્તઓએ કહ્યું કે, ધ્યાન આપવા લાયક એક પ્રવૃત્તિ ઉભરી રહી છે, જેમાં કૃષિ વાણિકી પ્રણાલીઓને ધાનના ખેતરોમાં બદલવામાં આવી રહી છે, ભલે એક નિશ્વિત હાનિ દર સ્વાભવિક રુપથી થઇ શકે છે.

તેમણે કહ્યું કે, આ કૃષિ વાણિકી ક્ષેત્રની અંદર મોટા ઝાડોને હટાવવમાં આવ્યા છે અને હવે અલગ અલગ બ્લોક વૃક્ષારોપણમાં સામાન્ય રુપે ઓછી પારિસ્થિતિકી મુલ્યવાળા ઝાડ લગાવવામાં આવી રહ્યા છે. બ્લોક વૃક્ષારોપણમાં સામાન્ય રુપે વૃક્ષોની ઓછી પ્રજાતિઓ સામેલ હોય છે. તેની સંખ્યમાં વૃદ્વિ જોવા મળી છે અને તેની પુષ્ટિ તેલંગાણા, હરિયાણા, મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોના કેટલાક ગ્રામજનોએ ઇન્ટરવ્યૂમાં કરી.

ડેનમાર્કની કોપેનહેગન યુનિવર્સિટીના સંશોધનકર્તઓ સહિત ટીમે જણાવ્યું કે વૃક્ષોને હટાવવાનો નિર્ણય મોટા ભાગે ઝાડોના કથિત ઓછા લાભથી પ્રેરિત હોય છે. સાથે જ ચિંતા સાથે જોડાયેલું પણ હોય છે કે લીમડા જેવા ઝાડની છાંયાથી પાકના ઉત્પાદન પર પ્રતિકૂળ પ્રભાવ પડી શકે છે. કૃષિ વાણિકી ઝાડ ભારતના પરિદૃશ્યનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો છે કેમ કે હવાથી કાર્બન ડાયોક્સાઇડના અવશોષિત કરવાની ક્ષમતાના કારણે પ્રાકૃતિક જળવાયુ સમાધાન થવા સાથે સથે સામાજિક પારિસ્થિતિકીય લાભ પણ ઉત્પન્ન કરે છે.

સંશોધનકર્તઓની ટીમે આ સ્ટડી માટે બ્લોક વૃક્ષારોપણ છોડીને લગભગ 60 કરોડ ખેતીની જમીનના ઝાડોની મેપિંગ કરી અને છેલ્લા એક દશકમાં તેમના પર નજર રાખી. તેમણે જોયું કે લગભગ 11 ટકા મોટા ઝાડ 2018 સુધી ગાયબ થઈ ગયા. સંશોધકર્તાઓએ કહ્યું કે, એ સિવાય વર્ષ 2018-22ની અવધિ દરમિયાન 50 લાખ કરતા વધુ ખેતરના ઝાડ, આંશિક રુપે બદલાયેલી ખેતીની પ્રથાઓના કારણે ગાયબ થઈ ગયા કેમ કે, ખેતરોની અંદરના ઝાડોને પાકના ઉત્પદન માટે હાનિકારક માનવમાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp