ભારતમાં ન્યૂમોનિયા અને ડાયેરિયાથી 5 વર્ષથી ઓછી ઉંમરના 2.6 લાખ બાળકોના થયા મૃત્યુ

PC: firstpost.com

દર વર્ષે ઘણા લોકો ન્યૂમોનિયા અને ડાયેરિયા જેવી બીમારીની ઝપેટમાં આવે છે. ભારતમાં પણ આ બીમારીના કારણે થતી મૃત્યુની સંખ્યા લાખોમાં છે. હવે એક નવા રિપોર્ટમાં તેનું વેક્સિનેશન ઓછુ થવાની વાત સામે આવી છે.

બાળકોમાં ડાયેરિયાનું મુખ્ય કારણ મનાતા રોટા વાયરસના ઇન્ફેકશનને રોકવા માટે ભારતમાં વેક્સિનેશન એ 15 દેશોમાં સૌથી ઓછું છે જેમણે તેને ગયા વર્ષે શરૂ કર્યું હતું. એક રિપોર્ટમાં આ વાત સામે આવી છે. આ ઉપરાંત ન્યૂમોનિયા અને ડાયેરિયાના કારણે મૃત્યુ પામનાર બાળકોની સંખ્યા પણ લાખોમાં નોંધાઈ છે.

રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે ભારતમાં 2016મા ન્યૂમોનિયા અને ડાયેરિયાથી પાંચ વર્ષથી ઓછી ઉંમરના 2.6 લાખથી વધુ બાળકોના મૃત્યુ થયા. રિપોર્ટમાં ભારત સહિત 15 દેશોમાં સ્વાસ્થ્ય પ્રણાલીને આ સુનિશ્ચિત કરવા બાબતે પાછળ હોવાનું જણાવાયું છે કે વધુમાં વધુ સંવેદનશીલ બાળકોને સારવારની સેવા મળી શકે. દુનિયાભરમાં ન્યૂમોનિયા અને ડાયેરિયાથી પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના મૃત્યુના 70 ટકા કેસ ભારતમાં નોંધાયા છે. રિપોર્ટ અનુસાર 2017માં વેક્સિનેશન શરૂ કરનાર દેશોમાં સૌથી ઓછો દર પાકિસ્તાન અને ભારતનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp