ધર્મ બદલનારાઓને રિઝર્વેશનનો લાભ કેમ? ST અનામત પર મંત્રી સાહૂએ ઉઠાવ્યો સવાલ
લોકસભાના સાંસદ અને આવાસ અને શહેરી બાબતોના રાજ્ય મંત્રી તોખન સાહૂએ કહ્યું હતું કે, ‘જેમણે ધર્મ બદલી લીધો છે, તેમને ST અનામત કેમ મળવું જોઈએ? ધર્મ પરિવર્તન કરનારને ST સમુદાયનો લાભ કેમ મળવો જોઈએ? જે લોકો કોઈ વિશેષ સમુદાયમાં છે, તેને ડૉક્ટર બી.આર. આંબેડકર દ્વારા બનાવવામાં આવેલા સંવિધાન મુજબ એ સમુદાયનો લાભ મળવો જોઈએ, જેથી બધા વર્ગોને લાભ મળી શકે.
તોખન સાહૂએ કહ્યું કે, કોંગ્રેસે એક વખત દેશને ધર્મના આધાર પર ભાગલા પાડવાનું કામ કર્યું છે. હવે તેઓ જાતિ વસ્તી ગણતરીના નામ પર દેશને વિભાજિત કરવાનું ષડયંત્ર કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ, એક ઇન્ટરવ્યૂમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, છત્તીસગઢમાં અનામતનો લાભ ઉઠાવી રહેલા આદિવાસીઓના મુદ્દે તમારું શું વલણ છે? આ સવાલ પર તેમણે કહ્યું કે, હિન્દુ ધર્મ બધા ધર્મ પરિવર્તનની વાત કરતો નથી. અમે સનાતન સંસ્કૃતિને માનનાર છીએ.
તેમણે કહ્યું કે, અમે બધા ધર્મોનું સન્માન કરીએ છીએ. અમે ક્યારેય કોઈને ધર્મ પરિવર્તન કરવા કહ્યું નથી, પરંતુ કોંગ્રેસે હંમેશાં વોટ બેન્કની રાજનીતિ માટે ધર્મ પરિવર્તનને પ્રોત્સાહન આપ્યું છે. કોંગ્રેસની વસ્તી ગણતરીની માગને કોંગ્રેસ 50-60 વર્ષ સુધી સત્તામાં રહી અને તેણે જાતિગત વસ્તી ગણતરી ન કરાવી. ઇન્દિરા ગાંધીના સમયે તેમનો નારો હતો ‘ન જાતિ પર, ન પાત પર, મ્હોર લાગશે હાથ પર’. હવે જ્યારે તેમને દરેક તરફથી નકારી દેવામાં આવ્યા છે તો તેઓ જાતિગત વસ્તી ગણતરીની વાત કરી રહ્યા છે.
તોખન સાહૂએ કહ્યું કે, હવે કોંગ્રેસ જાતિગત વસ્તી ગણતરીના નામ પર દેશને વહેચવાનું ષડયંત્ર કરી રહી છે. જાતિગત વસ્તી ગણતરીની માગ ઉઠાવનારાઓએ બતાવવું જોઈએ કે તેઓ પોતે કઇ જાતિથી છે. છત્તીસગઢમાં ભારતીય જનતા પાર્ટી (BJP) સરકારના મહાદેવ સટ્ટા એપ કેસને CBIને સોંપવાના સવાલ પર તેમણે કહ્યું કે, આ કેસ CBIને એટલે સોંપવામાં આવ્યો જેથી દોષીઓને સજા મળે. વર્ષ 2018થી લઈને વર્ષ 2023 સુધી ભૂપેશ બઘેલ સરકારે મોટા કૌભાંડ કર્યા. દારૂ, કોયલા, ગોબર, લોકસેવા આયોગ..., અહી સુધી કે આપણાં મહાદેવને પણ ન છોડ્યા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp