ભાગી ગયેલા પ્રેમી સાસુ-જમાઈ પાછા આવ્યા, મંદિરમાં લીધી આ પ્રતિજ્ઞા

PC: zeenews.india.com

રાજસ્થાનના સિરોહીમાં એકબીજાના પ્રેમમાં પાગલ થઈને ફરાર થઈ ગયેલા સાસુ અને જમાઈ ઝડપાઈ ગયા છે. લોકોએ 15 દિવસ પછી તેને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. જે બાદ બંનેએ મંદિરમાં પ્રતિજ્ઞા લીધી કે તેઓ આવું ફરી નહીં કરે. પ્રેમિકા સાસુ તેના પતિ સાથે રહેશે, અને જમાઈ તેની પત્ની સાથે.

પોલીસે જણાવ્યું કે ઘરમાંથી ફરાર થઈ ગયા બાદ બંને સમેરપુર ચાલ્યા ગયા હતા. જ્યાંથી તે પાલી ગયા અને પછી ત્યાં મજૂર તરીકે રહેવા લાગ્યા હતા, પરંતુ બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી. જેના કારણે ત્યાંના લોકોએ તેને ઓળખી લીધો અને તેને પકડીને પોલીસને હવાલે કર્યો હતો.

જમાઈ સાથે ભાગી ગયેલી મહિલાએ પોલીસને જણાવ્યું કે, તેનો પતિ દારૂનો વ્યસની હતો. અવારનવાર દારૂ પીને તેની સાથે મારપીટ કરતો હતો. આનાથી કંટાળીને તે તેના જમાઈ સાથે ચાલી ગઈ હતી, પરંતુ હવે તે તેના પતિ સાથે રહેવા માંગે છે. આ પછી મામલાને બંધ કરી દીધો હતો.

આ ઉપરાંત પ્રેમી યુગલ સાસુ અને જમાઈએ પણ મંદિરની સામે ફરી આવું ન કરવાની પ્રતિજ્ઞા લીધી છે. બંનેએ પ્રતિજ્ઞા લીધી છે કે, તેઓ સાસુ તેમના પતિ રમેશ કુમાર સાથે અને જમાઈ તેમની પત્ની સાથે રહેશે.

1 જાન્યુઆરીએ સિરોહી જિલ્લાના અનાદરા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના સિયાકારા ગામમાંથી 40 વર્ષીય સાસુ અને 27 વર્ષીય જમાઈ ભાગી ગયા હતા. જે બાદ પીડિત સસરાએ આરોપી જમાઈ નારાયણ જોગી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો. જે બાદ પોલીસ તેને શોધી રહી હતી, પરંતુ તેનો કોઈ સુરાગ મળ્યો ન હતો. લોકોની મદદ બાદ હવે તેઓ પોલીસની પકડમાં આવ્યા છે.

પીડિત સસરાએ પોલીસને જણાવ્યું હતું કે, આરોપી જમાઈ તેમના ઘરે આવ્યો હતો. જ્યાં બંનેએ સાથે મળીને દારૂની મહેફિલ જમાવી હતી. નશામાં ધૂત થઈને જ્યારે સસરા સૂઈ ગયા ત્યારે તેનો જમાઈ તેની પ્રેમિકા સાસુને લઈને ભાગી ગયો હતો. જ્યારે નશો ઉતર્યો ત્યારે સસરાને ઘટનાની જાણ થઈ અને પછી તેઓ પોલીસ પાસે પહોંચ્યા.

પોલીસે જણાવ્યું કે, જમાઈ નારાયણ તેની સાસુ કરતા 15 વર્ષ નાનો છે. જમાઈ ત્રણ બાળકોનો પિતા છે, જ્યારે તેની પ્રેમિકા સાસુને ચાર બાળકો છે. ચારેયના લગ્ન પણ થઇ ચુક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp