મળો આ ઉમેદવારને જેમની 18 વાર જામીન જપ્ત થઇ, છતા 19મી વાર નોમિનેશન ભર્યું

PC: aajtak.in

મધ્ય પ્રદેશના ઈંદોરમાં રહેનારા પ્રોપર્ટી બ્રોકર પરમાનંદ તોલાનીને ચૂંટણી લડવાનો એવો જુસ્સો સવાર છે કે અત્યાર સુધીમાં તેઓ 18 અલગ અલગ ચૂંટણીઓમાં ઉમેદવારીનું નોમિનેશન ભરી ચૂક્યા છે અને 18 વાર તેમની જામીન જપ્ત થઇ છે. તેમ છતાં જુસ્સો ઓછો થયો નથી. તેમણે કહ્યું કે, ક્યારેક તો ઈંદોરના નાગરિકો તેમને ચૂંટણી જીતાડશે એ આશાની સાથે તે દરેક ચૂંટણીઓમાં ઉમેદવારી દાખલ કરે છે. તેઓ જણાવે છે કે, દરેક ચૂંટણીમાં ઉતરવાની પરંપરા તેમને તેમના સ્વર્ગીય પિતા મેઠારામ તોલાનીથી મળી છે. જે 1968થી તેમની પહેલી ચૂંટણી લડ્યા અને પહેલીવારમાં જ જામીન જપ્ત થઇ ગઇ.

પિતાના મોત પછી દીકરા પરમાનંદ તોલાનીએ પરંપરા આગળ વધારતા ચૂંટણીમાં નોમિનેશન દાખલ કરવાની શરૂઆત કરી, જેઓ અત્યાર સુધીમાં 18 અલગ અલગ ચૂંટણીમાં પોતાની ભાગીદારી નિભાવી છે. ઈંદોરના પ્રોપર્ટી બ્રોકર પરમાનંદ તોલાનીએ વિધાનસભા -4થી ઉમેદવારે જણાવ્યું કે આ વખતે તેમણે 19મું ચૂંટણી નોમિનેશન ભર્યું છે.

તોલાનીએ કહ્યું કે, જો આ વખતે તે ધારાસભ્યની ચૂંટણી જીતે છે તો તેમની પહેલી પ્રાથમિકતા શહેરમાં કચરા ટેક્સ, મિલકત વેરો સહિત નગર પાલિકાના અન્ય ટેક્સોને હટાવીને લોકોને રાહત આપશે.

કુલ મળીને વિધાનસભાના નિર્દલીય ઉમેદવાર પરમાનંદ તોલાનીએ કહ્યું કે, પિતાની ચૂંટણી લડવાની પરંપરા તે નિભાવી રહ્યા છે અને તેમના પછી તેમનો દીકરો આ પરંપરા જાળવી રાખશે. તેઓ કહે છે, 18 વાર ચૂંટણી નોમિનેશન જમા કર્યા પછી તેમની જામીન જપ્ત થઇ ચૂકી છે પણ તેમનો જુસ્સો તૂટ્યો નથી અને તેમને આશા છે કે ક્યારેક તો ઈંદોરના જાગૃત નાગરિકો તેમને જીતાડશે. આ આશાની સાથે સતત તેઓ નોમિનેશન ભરી રહ્યા છે.

ઈંદોરમાં નોમિનેશન દાખલ કરવાનો સિલસિલો ચાલુ

18 વાર ચૂંટણી હારી ચૂકેલા પરમાનંદ તોલાનીએ વિધાનસભા-4થી નોમિનેશન દાખલ કર્યું. અત્યાર સુધી 8 લોકસભા, 7 વિધાનસભા અને 2 વાર મહાપૌરની ચૂંટણી લડનારા તોલાનીએ એકવાર મહિલા સીટ હોવા પર પોતાની પત્નીને પણ ચૂંટણી લડાવી હતી. કુલ મળીને અત્યાર સુધીની દરેક ચૂંટણીમાં નિર્દલીય ઉમેદવાર પ્રેમાનંદ તોલાનીની જામીન જપ્ત થઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp