મધ્ય પ્રદેશ ચૂંટણીના નવા સરવેમાં જાણો કોનું પલડું ભારે

PC: twitter.com

મધ્ય પ્રદેશમાં 17 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી થવાની છે અને હવે જ્યારે 15 જ દિવસ બાકી છે ત્યારે બધી રાજકીય પાર્ટીઓ જોરશોરથી ચૂંટણી જીતવા માટે લાગેલી છે. મધ્ય પ્રદેશમાં કુલ 230 વિધાનસભા સીટ છે.

અત્યાર સુધી જેટલી પણ એજન્સીઓએ મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે સર્વે હાથ ધર્યા હતા, તેમાં ભાજપ અને કોંગ્રસ વચ્ચે કાંટાની ટકકર રહેશે તેવું બતાવવામાં આવતું હતું, પરંતુ ટાઇમ્સે નાઉએ તાજેતરમાં એક નવો સર્વે બહાર પાડ્યો છે જે ચોંકાવનારો છે. આ સર્વમાં કોંગ્રેસને બહુમતી મળશે તેવું બતાવવામાં આવી રહ્યું છે. કુલ 230 બેઠકોમાંથી ભાજપને 107-115 જ્યારે કોંગ્રેસને 112-122 બેઠકો મળશે તેવું સર્વેમાં કહેવામાં આવ્યું છે. 3 ડિસેમ્બર પરિણામો જાહેર થવાના છે એ પછી ખબર પડશે કે મધ્ય પ્રદેશમાં કોના હાથમાં સત્તા આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp