SDMનું પદ છોડીને નેતા બનવા નીકળેલી નિશા બાંગરે ફરી માગી રહી છે સરકારી નોકરી

PC: humsamvet.com

ચૂંટણી લડવા માટે પોતાનું રાજીનામું આપનાર નાયબ કલેકટર નિશા બાંગરે પોતાની સરકારી નોકરી પાછી ઈચ્છે છે. નિશા બાંગરેએ કોંગ્રેસ પાર્ટી તરફથી ચૂંટણી લડવા માટે પોતાનું રાજીનામું આપી દીધું હતું. આ રાજીનામાને સ્વીકારવા માટે તેમણે રાજ્ય સરકાર સામે લડાઈ લડી હતી. તેણે કહ્યું કે, કોંગ્રેસે મને લોકસભાની ટિકિટ આપવાનો વાયદો કર્યો હતો, પરંતુ પાર્ટી પોતાના વાયદા પરથી ફરી ગઈ. શું ઓફર મળવા પર તે ભારતીય જનતા પાર્ટી (BJP)માં સામેલ થશે? આ સવાલના જવાબમાં તેણે કહ્યું કે, મને ભાજપ તરફથી કોઈ ઓફર મળી નથી.

તેણે કહ્યું કે, મેં જાન્યુઆરીમાં જ સામાન્ય પ્રશાસન વિભાગને સેવામાં મને પરત લેવા માટે લખ્યું હતું. મને પરત લેવાની મારી અરજી સરકાર પાસે પેન્ડિંગ છે. ગયા વર્ષે નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન નિશા બાંગરે કોંગ્રેસની ટિકિટ પર આમલા સીટથી ચૂંટણી લડવા માગતી હતી. જો કે, જ્યાં સુધી સરકારે તેનું રાજીનામું સ્વીકાર્યું, કોંગ્રેસે આ સીટ પરથી એક અન્ય ઉમેદવારની જાહેરાત કરી દીધી હતી. તેણે કહ્યું કે, મારો પરિવાર ઈચ્છે છે કે હું સેવામાં પાછી જાઉ. મધ્ય પ્રદેશ સેવા નિયમમાં તેનું પ્રાવધાન છે. એવા પણ ઉદાહરણ છે જ્યાં સરકારી કર્મચારીઓએ રાજીનામું આપી દીધું, ચૂંટણી લડી અને ચૂંટણી હાર્યા બાદ સેવામાં પાછા આવી ગયા.

છતરપુર જિલ્લાના લવકુશ નગરના SDM રહેલા નીશા બાંગરે વિધાનસભાની ચૂંટણી લડવા માટે 23 જૂન 2023ના રોજ રાજીનામું આપી દીધું હરતું, પરંતુ JDAએ તેનું રાજીનામું સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. ત્યારબાદ તે સીધી સરકાર સામે સીધી ટક્કર લેવા ઊભી થઈ ગઈ. તેણે પહેલા હાઇકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો. તેણે આમલાથી ભોપાલ સુધી સરકાર વિરુદ્ધ યાત્રા પણ કરી અને અંતે કોર્ટના આદેશ બાદ 23 ઓક્ટોબરે સરકારે તેનું રાજીનામું મંજૂર કરી લીધું હતું.

નિશા બાંગરેએ કહ્યું કે, તેને આશા હતી કે કોંગ્રેસ તેને વિધાનસભા કે પછી લોકસભાની ટિકિટ આપશે. કોંગ્રેસે તેને ટિકિટ આપવાનો વાયદો કર્યો હતો. જો કે, પાર્ટીએ પોતાના બંને જ વાયદા ન પૂરા કર્યા. એટલે પરિવારની ઇચ્છાનેધ્યાનમાં રાખતા મેં પાછી નોકરીમાં આવવા માટે સરકારને ચિઠ્ઠી લખી છે. જો કે, અત્યાર સુધી સરકાર તરફથી કોઈ જવાબ મળ્યો નથી. આશા છે કે સરકાર તેની વાત સંભાળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp