મદ્રેસાઓમાં નોન મુસ્લિમોને શિક્ષણ આપ્યું તો માન્યતા થશે રદ્દ, આ સરકારનો નિર્ણય
મધ્ય પ્રદેશમાં મદ્રેસાઓને લઇને રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. સ્કૂલ શિક્ષણ વિભાગે આદેશ જાહેર કરતા મદ્રેસામાં ભણતા વિદ્યાર્થીઓના શારીરિક ચકાસણીનો આદેશ જાહેર કર્યો છે. આ દરમિયાન જો ત્યાં ખોટી રીતે નોન મુસ્લિમ કે મુસ્લિમ બાળકોના નામ હોવાનું જાણવા મળે છે કે બાળકોને તેમના વાલીઓની મંજૂરી વિના ધાર્મિક શિક્ષણ આપવામાં આવી રહ્યું હોય તો એવા મદ્રેસાઓની માન્યતા રદ્દ કરી દેવામાં આવશે. શુક્રવારે સ્કૂલ શિક્ષણ વિભાગે આદેશ જાહેર કરતા રાજ્યની મદ્રેસાઓમાં શાસકીય અનુદાન પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્યથી અનેક નોન મુસ્લિમ બાળકોના નામ ખોટી રીતે વિદ્યાર્થી/વિદ્યાર્થિનીઓના રૂપમાં નોંધાયેલા છે તેની તાત્કાલિક ખરાઇ કરાવવાની જરૂરિયાત છે.
સરકારે પોતાના આદેશમાં કહ્યું કે, એવા મદ્રેસા જે મધ્ય પ્રદેશ મદ્રેસા બોર્ડ માન્યતા પ્રાપ્ત છે તેમની શારીરિક ચકાસણી કરાવવામાં આવે કે એવા મદ્રેસાઓમાં શાસનથી અનુદાન પ્રાપ્ત કરવા માટે ખોટી રીતે નોન મુસ્લિમ અથવા મુસ્લિમ બાળકોના નામ નોંધાયેલા તો નથી, જો એવા મદ્રેસાઓમાં ખોટી રીતે બાળકોના નોંધાયેલા જાણવા મળે છે તો અનુદાન બંધ કરવા, માન્યતા સમાપ્ત કરવા અને જરૂરી દંડાત્મક પ્રાવધાનો હેઠળ કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવે.
ભારતીય સંવિધાનના અનુચ્છેદ 28(3) મુજબ, રાજ્યથી માન્યતા પ્રાપ્ત રાજ્ય નિધિમાંથી સહાયતા પ્રાપ્ત કરનારી કોઇ શૈક્ષણિક સંસ્થામાં ઉપસ્થિત થનાર કોઇ વ્યક્તિને એવી સંસ્થામાં આપવામાં આવતા કોઇ ધાર્મિક શિક્ષણમાં ભાગ લેવા માટે કે એવી સંસ્થામાં કે તેની સાથે સંલગ્ન સ્થળે ધાર્મિક ઉપાસનામાં હાજર રહેવા માટે ત્યાં સુધી બાધ્ય નહીં કરી શકાય. જ્યાં સુધી એ વ્યક્તિએ કે જો એવી વ્યક્તિ સગીર છે તો તેના સંરક્ષકે તેના માટે પોતાની સહમતી આપી દીધી નથી.
ઉપરોક્ત સંવિધાનિક પ્રાવધાન મુજબ, જો શાસન દ્વારા માન્યતા પ્રાપ્ત કે રાજ્ય નિધિથી સહાયતા પ્રાપ્ત મદ્રેસામાં ભણતા બાળકોને તેમની (જો તેઓ સગીર છે તો તેમના વાલીઓ)ની સ્પષ્ટ સહમતી વિના તેમના ધાર્મિક શિક્ષણ વિરુદ્ધ દીની તાલીમ આપવામાં આવી રહી છે કે કોઇક પ્રકારનું ધાર્મિક શિક્ષણ લેવા કે ઉપાસનમાં ઉપસ્થિત થવા બાધ્યા કરવામાં આવી રહ્યા છે તો એવા મદ્રેસાઓના બધા શાસકીય અનુદાન બંધ કરી દેવામાં આવે. એ સિવાય તેમની માન્યતા સમાપ્ત કરવાની કાયદેસરની કાર્યવાહી અને અન્ય જરૂરી વૈધાનિક કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવે.
સ્કૂલ શિક્ષણ મંત્રી રાવ ઉદય પ્રતાપ સિંહે કહ્યું કે, મદ્રેસાઓમાં ભણતા વિદ્યાર્થીઓની ભૌતિક ખરાઇનો રિપોર્ટ જલદી આપાવના નિર્દેશ આપ્યા છે. નોન મુસ્લિમો સાથે સાથે જો મુસ્લિમ બાળકોના પણ નામ ખોટી રીતે નોંધાયેલા છે કે કોઇ પણ ધર્મના બાળકોને વાલીઓની મંજૂરી વિના દીની તાલીમ આપવામાં આવી રહી હશે તો સખત કાર્યવાહી કરીશું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp